ધોરાજી નજીકના ભાદર-2 ડેમમાં મિત્રો સાથે સેલ્ફી તસ્વીર ખેંચવા જતા અકસ્માતે ડેમમાં પડી જતા એક યુવકનું મોત…

0
173

02. ALPESH TRIVEDI - DHORAJI

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

આજની રવીવારની રજાને લઈને ધોરાજીના ચાર-પાંચ યુવકો ભૂખી નજીકના ભાદર-2 ડેમે ફરવા માટે ગયા હતા. તે વેળાએ ભાદર-2 ડેમની અંદરના ભાગે ડેમના પાણી સાથે ચારેય મિત્રો સેલ્ફી તસ્વીર ખેંચવા જતા હતાં. તે વેળાએ જ એક મિત્રનો પગ લપસી જતા ડેમના પાણીના 15 થી 20 ઉંડા ખાડામાં પડી ગયો હતો. ડેમમાં પડી ગયેલ મિત્રને અન્ય મિત્ર બચાવવા ગયો હતો. જેમાં ડૂબતા મિત્રનો બચાવ થવા પામ્યો હતો. પરંતું મિત્રને બચાવવા પડેલ અભી વિનુભાઈ ઠુંમર રહે.હીરપરાવાડી, બાલા હનુમાન પાસે ધોરાજી નામનો યુવક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. આ બનાવની જાણ મૃતક યુવકના મિત્રોએ ડેમ સતાવાળાઓને કરતા મામલતદાર ધોરાજી, ઉપલેટા સહિતના ફાયર બ્રિગેડને લઈને ઘટના સ્થળે પહોચ્યા હતાં અને યુવકની લાશની શોધખોળ હાથ ધરી હતી. લાંબા સમય બાદ યુવકની લાશની ભાળ ન મળતા ૩ કલાકને અંતે ગોંડલ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીમાં ગરકાવ થયેલ અભી ઠુંમરની લાશ શોધી કાઢી હતી. જ્યારે મૃતક યુવક અભી ઠુંમર પોતાના માતાપિતાના ૩ સંતાનો પૈકીના ૨ બહેનોમાં એકનો એક ભાઈ હોવાથી એકના એક પુત્રના મોતને લઈને ધોરાજી પંથકમાં એરરાટી વ્યાપી જવા પામી હતી. ધોરાજી પોલીસ, મામલતદાર કચેરી નગરપાલિકા કચેરી તથા અન્ય અધિકારીઓ સ્થળ પહોંચી ગયા હતા અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here