દાહોદ શહેર સિટી ગ્રાઉન્ડ ઉપર એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દાહોદ નગર પાલિકા રમગમત વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૦૮ (આંઠ) શાળાની ટીમો ભાગ લીધો હતો.
ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૩નું સોજન્ય નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં NewsTok24 , સિંધુ ઉદય અને વંદેમાતરમ્ ન્યૂઝ મીડિયા પાર્ટનર તરીકે જોડાયા હતા. આ કાર્યક્રમ પ્રસંગે દાહોદ નગર પાલિકા રમત ગમતના ચેરમેન ફાતેમાબેન કપૂર,એ જણાવ્યું હતું કે પ્રત્યેક રાષ્ટ્ર અને વ્યક્તિના જીવનમાં ઘડતર તથા કેળવણી માં રમત-ગમત્ નું અનેરું મહત્વ રહેલું છે.
શાળાના બાળકોને પ્રેરણા થકી અને તેમની આંતર શક્તિ બહાર આવે એના માટે આ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તેમને જણાવ્યું હતું કે દાહોદ નગર પાલિકાના ઉત્સાહી પ્રમુખ રીનાબેન પંચાલ આ ટુર્નામેન્ટ માટે ખૂબ સહકાર આપી આયોજનને સફળ બનાવી છે.
આ ક્રિકેટ સ્પર્ધામાં ખિલાડીઓને પ્રોત્સાહિત કરવા સ્પર્ધા ના ઉદદ્ઘાટક તરીકે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, પક્ષના નેતા રાજેશ શેતાઈ, સુધીર લાલપુરવાળા ઉપસ્થિત રહ્યા હતા અને ઉદઘાટન કરી દીપ પ્રાગટ્ય પછી ટોશ ઉછાળી મેચની શરૂઆત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટ બે દિવસ ચાલશે જેમાં 8 શાળાના વિદ્યાર્થિની ટીમો એ ભાગ લીધો છે.