અરવલ્લી જીલ્લાના બાયડની નગરપાલિકાની ચુંટણીના પડઘમ ની વચ્ચે બાયડ નગરપાલિકા પ્રમુખ ચીમન પટેલ ની છેલ્લી ઘડીએ અવગણના થતા તેઓ એ ભાજપ સાથે નો છેડો ફાડી અને બાયડની તમામ 24 બેઠકો માટે NCPના ઉમેદવારો ના વ્જ્તે કાઢી ફોર્મ ભરાવ્યા હતા.આમ હવે બાયડ પાલિકા માં ત્રિપાંખીયો જંગ જોવા મળશે.ઉમેદવારી પત્ર ભરવાની તારીખ 8ના રોજ ફોર્મ ની ચકાસણી અને 9તારીખે ઉમેદવારી પરત ખીચવાની તારીખ છે. આમ કુલ બાયડ પાલિકા મળે 24બેઠકો ઉપર 86 ફોર્મ ભરાયા છે. અને હવે 9 તારીખ પછીજ સાચી સ્થિતિ સ્પષ્ટ થશે કે કુલ કેટલા અને કોણ કોણ ઉમેદવારો મેદાને પડ્યા છે. પરંતુ ભાજપના આ પૂર્વ પ્રમુખે છેડો ફળતા બાયડ ના લોકોમાં અનેક તર્ક વિતર્કો ની ચર્ચા જોવા મળી રહી છે. પરંતુ એતો ગણતરી ના દિવસેજ પડશે કે બાજી કોણ મારી જાય છે.
