ભા.જ.પ. દ્વારા ગરબાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ખીમાભાઇ બચુભાઈ સંગાડાની વરણી કરવામાં આવી

0
1072

           Priyank new Passport Piclogo-newstok-272

Priyank Chauhan – Garbada 

ભારતીય જનતા પાર્ટી તરફથી તાલુકા કક્ષાના સંગઠનમાં ફેરફાર તેમજતાલુકા પ્રમુખોની વરણી માટે આપવામાં આવેલ સુચના અનુસાર ગરબાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણી માટે પ્રદેશ ભાજપની સુચના મુજબ ગરબાડા તાલુકા ભા.જ.પ.સંગઠન પ્રભારી અને દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ ગુલશનભાઈ બચાણીની અધ્યક્ષતામાં ગરબાડા પંચશીલ જમણ વાડીમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગરબાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણી માટે ચંદુભાઈ ગણાવા દ્વારા ખીમાભાઇ બચુભાઈ સંગાડાનાં નામની દરખાસ્ત મૂકવામાં આવી હતી જે દરખાસ્તને અજીતસિંહ ભરતસિંહ રાઠોડે ટેકો આપતા ગરબાડા તાલુકા ભા.જ.પ.સંગઠન પ્રભારી ગુલશનભાઈ બચાણીએ દરખાસ્ત મંજૂર કરી ગરબાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ખીમાભાઇ બચુભાઈ સંગાડાની સર્વસંમતિથી વરણી કરેલ છે.

          ગરબાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ખીમાભાઇ બચુભાઈ સંગાડાની વરણીને પક્ષના તમામ કાર્યકર્તાઓએ સહર્ષ વધાવી લીધેલ છે.

          આ મીટિંગમાં ભાજપના અજીતસિંહ રાઠોડ, મોહિન્દ્રાબેન રાઠોડ, રસિકભાઈ સોની, ચંદુભાઈ ગણાવા, ભરતભાઇ પંચાલ, રમેશભાઈ કટારા, કમલેશભાઈ માવી,ગરબાડા APMC ના ચેરમેન પ્રતાપભાઈ બામણ્યા,  ગરબાડા તાલુકા ભાજપ મહામંત્રી આશિષભાઈ સોની તથા દાહોદ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદીપ રાઠોડ તેમજ પક્ષના બીજા કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here