પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાની સૂચના મુજબ પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા દાહોદના માર્ગદર્શન હેઠળ દાહોદ LCB પોલીસ સતત સક્રિય રહી જિલ્લામાં પ્રોહીની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે તથા તેને સદંતર નેસ્તોનાબૂદ કરવા માટે મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા વાહનોની વોચ ગોઠવી તેઓના આશ્રયસ્થાનો પર રેડ કરી પરિણામ લક્ષી કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે. જેને પરિણામે પીપલોદ ભથવાડા ટોલનાકા પર ટ્રક નંબર RJ-40-3765 નંબરની ટ્રક જે બંધ બોડીની હતી, તેના ડાલાના ભાગે મીણિયા થેલીઓની આડમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગલિશ દારૂની પેટી નંગ 551 જેમાં કુલ 14,688 નંગ બોટલ જેની કિંમત 27,94,800/- તથા મોબાઈલ અને ટ્રકની કિંમત એમ કરીને કુલ 48,04,800/- સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં LCB પોલીસ ના પો.ઇન્સ. એમ.ગામેતી, પો.ઇન્સ ડી.આર. બારૈયા તથા તેમની સંપૂર્ણ ટીમને સફળતા મળી હતી.
મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાંથી થતી દારૂની હેરાફેરીને અટકાવવા ₹ 48,04,800/-મુદ્દામાલ સાથે દાહોદ LCB પોલીસ દ્વારા બે ઈસમોની ધરપકડ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો
RELATED ARTICLES