મોડાસા વિકાસ મંડળ દ્વારા નગરની શાળાના 5000 વિદ્યાર્થીઓના ચાઇનીઝ તુક્કલ- દોરી નહીં વાપરવા શપથ અને આપડી મઝા કોઈ ની સઝામાં ના પરિણામે તે બાબતે જગૃતિ ફેલાવી 

0
463

 

 

IMG_20150715_171644_20150715172329541-1-1

logo-newstok-272

Rakesh Maheta – Arvalli 

ઉત્તરાયણ એક ઉજવણીનું પર્વ તમારી મઝાકોઈ ની સજામાંના પરિણામે તે હેતુ થી   લાવવા મોડાસા વિકાસ મંડળ ધ્વારા મોડાસાની સર્વોદય હાઇસ્કુલ , માળની હાઇસ્કુલ , સરસ્વતી હાઇસ્કુલ,મખદુમ હાઇસ્કુલ,મોડાસા હાઇસ્કુલ અને સરસ્વતી મંડળ સંચાલિત 2 શાળા ના  5 હઝાર વિદ્યાર્થિયો જોડાયા હતા અને સંકલપ લીધો હતો.

ઉત્તરાયણ આનંદ અને ઉત્સાહનું પર્વ છે. આપણી મજા અન્ય કોઇ જીવ માટે સજા ના બની રહે તે માટે ભાસ્કર ગ્રુપ દ્વારા હાથ ધરાયેલા ઉજવો સેફ અને સાર્થક ઉત્તરાયણ ઝુંબેશથી પ્રેરાઇને મોડાસાના મારૂતી વિકાસ મંડળ દ્વારા નગરની સર્વોદય હાઇસ્કૂલ, મોડાસા હાઇસ્કૂલ, મખદૂમ હાઇસ્કૂલ, મદની હાઇસ્કૂલ, સરસ્વતી હાઇસ્કૂલ અને સરસ્વતી બાલમંદિર મંડળ સંચાલિત બે શાળાઓના અંદાજે 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ પણ ઝુંબેશમાં સામેલ થયા છે. તમામ વિદ્યાર્થીઓએ ઉત્તરાયણ પર્વે ફટાકડા નહીં ફોડવા તેમજ ચાઇનીઝ તુક્કલ અને દોરીનો ઉપયોગ સંદતર ટાળવા શપથ લીધા હતા. કાર્યક્રમમાં મંડળના પ્રમુખ નિલેશભાઇ જોષી, પ્રિન્સીપાલ ર્ડા.આર.સી.મહેતા, મનીષભાઇ જોષી, આર.યુ.મનસુરી, યશવંતભાઇ વ્યાસ અને પાલિકા સદસ્ય આર.જી.વણકર ઉપસ્થિત રહયા હતા.
5000 વિદ્યાર્થીઓના ચાઇનીઝ તુક્કલ- દોરી નહીં વાપરવા શપથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here