આજ રોજ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદ ખાતે ૩૨ વર્ષીય સ્ત્રી રહે. ઝાલોર, રાજસ્થાનના દર્દીને પિત્તાશયની કોથળીમાં પથરી હતી તેમજ પિત્તનળીમાં CYST(4×2 Cm) Choledochal Cyst હતું જેના લીધે દર્દીને અવારનવાર જમ્યા પછી પેટમાં દુખાવો રહેતો હતો, તેથી તેઓ નિદાન માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ થયા અને ઓપરેશન કરવાની સહમતી આપી, જેમાં પિત્તાશયને કાઢી નાખી અને Choledochal Cyst ખુલ્લું કરીને નાના આતરડા સાથે જોડવાનું સફળ ઓપરેશન ઝાયડસ હોસ્પિટલ, દાહોદ ખાતે કરવામાં આવેલ છે. જેના સર્જન નિષ્ણાતો ડો.મધુકર વાઘ, ડો.કમલેશ ગોહિલ, ડો.રાહુલ પરમાર, ડો.સારવ, તેમજ એનેસ્થેસિયામાં ડો.શૈલેશ પટેલ તથા તેમની ટીમ વડે આ સફળ ઓપરેશન કરવામાં આવ્યું.
રાજસ્થાનના ઝાલોરની એક મહિલા દર્દીનું દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું
RELATED ARTICLES