Wednesday, December 11, 2024
Google search engine
HomeMahisagar - મહીસાગરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગનો લુણાવાડા ખાતે થયો...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગનો લુણાવાડા ખાતે થયો પ્રારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગનો લુણાવાડા ખાતે લકુલીશ ધામ, કાયાવરોહણ આશ્રમના પૂ. પ્રિતમમુનીજીના વરદ હસ્તે ભારતમાતાના ચિત્ર સન્મુખ દિપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો.

મુડ નથી, ટાઈમ નથી, ટાઈમ પાસ જેવા શબ્દોને જીવનમાં પ્રવેશ ન આપી જીવનમાં શ્રેષ્ઠ સંકલ્પ કરી જીવનનો શ્રેષ્ઠ ઉદેશ્ય માટે ઉપયોગ કરીએ. – પૂ. પ્રિતમમુનીજી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગ, પ્રથમ વર્ષ (સામાન્ય) નો લુણાવાડા, જી. મહીસાગર ખાતે પ્રારંભ થયો. આ વર્ગમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાંથી 321 શિક્ષાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. વર્ગમાં પ્રશિક્ષણ આપવા માટે 25 શિક્ષકો અને 40 જેટલા પ્રબંધકો કાર્યરત છે. આ કાર્યક્રમમાં ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટી મનુભાઈ પટેલ અને ગુજરાત પ્રાંતના સહ કાર્યવાહ ડૉ. સુનિલભાઈ બોરીસા પણ ઉપસ્થિત હતા.

15 દિવસના આ વર્ગમાં પ્રતિદિન સવારે ૦૪:૩૦ વાગ્યા થી રાત્રી ૧૦:૧૫ વાગ્યા સુધીની દિનચર્યામાં સામુહિક અનુશાસન, ભારતીય સંસ્કૃતિનો પરિચય, હિંદુ સંગઠનની આવશ્યકતા, આપણો ગૌરવશાળી ઇતિહાસ વગેરે જેવા વિષયો વર્ગ દરમિયાન થશે. 15 દિવસ વર્ગમાં મોબાઈલ ફોન, ટીવી, સમાચાર પત્રના ઉપયોગની અનુમતિ નથી હોતી. વર્ગમાં વિવિધ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોની સાથે સેવા, સંપર્ક અને પ્રચાર વિભાગના વિષયોનું પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગનું સમાપન તા.2 જુન 2024 ના રોજ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments