આર્મી રિક્રુટીંગ ઓફીસ, અમદાવાદ દ્વારા દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે લશ્કરી (અગ્નીવીર) ભરતી માટેની ઓનલાઇન લેખિત પરિક્ષા આગામી તા.૧૭ એપ્રિલ ૨૦૨૩ થી યોજવામાં આવનાર છે. જેમાં ૧૭.૫ થી ૨૧ વર્ષના (તા.૦૧/૧૦/૨૦૦૨ થી તા.૦૧/૦૪/૨૦૦૬ વચ્ચે જન્મેલા) તેમજ ૮ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ. ડીપ્લોમાં થયેલા અને ૧૬૮ સેમી ઉચાઇ ધરાવતા અને ૭૭ સેમી છાતી અને યોગ્ય વજન ધરાવતા અપરણિત પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે.
ભરતીમાં એક્સ સર્વિસમેનના બાળકોને તેમજ સ્પોર્ટ્સ, એન.સી.સી., કોમ્પ્યુટર તેમજ આઈ.ટી.આઈ તેમજ ડીપ્લો પ્રમાણપત્રો મેળવેલ ઉમેદવારોને બોનસ માર્ક આપવામાં આવશે. લશ્કરી (અગ્નીવીર) ભરતીના પ્રથમ તબક્કાની ઓનલાઇન લેખિત પરિક્ષામા ભાગ લેવા માટે ઉમેદવારોએ તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩ થી તા.૧૫ માર્ચ ૨૦૨૩ સુધી www.joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન લેખિત પરિક્ષામાં મેરીટમાં આવનાર ઉમેદવારોની બીજા તબક્કાની શારીરિક (ફીઝીકલ) પરિક્ષા લેવામાં આવશે. ઓનલાઇન અરજી માટે જરૂરી શૈક્ષણીક લાયકાત, ફીઝીકલ સ્ટાન્ડર, જોબ સ્પેસીફીકેશન જોવા અને પ્રોફાઈલ ક્રિએટ કરવા www.joinindianarmy.nic.in પર લોગીન કરવાનું રહેશે. ઓનલાઇન પરિક્ષા માટે ઉમેદવારોએ ૨૫૦/- ફી ભરવાની રહેશે. ઉમેદવારોના ઈમેલ આઈ.ડી અને મોબાઈલ નંબર પર પરિક્ષાને લગતી સૂચનાઓ આપવામાં આવશે. ઉમેદવારોને પરિક્ષા માટેની તારીખ અને કેન્દ્ર પસંદગી માટે ૫ પરિક્ષા કેન્દ્રોના વિકલ્પ આપવામાં આવશે. પરિક્ષાની તારીખ અને કેન્દ્ર વિકલ્પ આપ્યા બાદ તેને બદલી શકાશે નહી.
ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં આધાર કાર્ડ ફરજીયાત દર્શવવાનો રહેશે તેમજ તાજેતરનો ફોટો અપલોડ કરવાનો રહેશે.અને ભરતીના દિવસે આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. ઓનલાઈન એકઝામના દિવસે ઉમેદવારે રંગીન એડમિટ કાર્ડની કોપી લઈ જવાની રહેશે.. ઉમેદવારો માટે જે તે કેટેગરીની ઓનલાઈન કોમન એન્ટ્રસ એકસામ(CEE)ની પ્રેક્ટીસ માટેની લીંક www.joinindianarmy.nic.in મુકવામાં આવશે જેના પર જઈને ઉમેદવારોએ પ્રેક્ટીસ કરવાની રહેશે .
ઓનલાઈન રજીસ્ટ્રેશ અને ઓનલાઈન અરજી કરવા અંગે વધુ માહિતી આર્મી રિક્રુટીંગ ઓફીસ ,અમદાવાદની વેબસાઈટ પર તેમજ રૂબરૂ કામકાજના દિવસોમાં સવારે ૧૦.૦૦ થી ૨.૦૦ મેળવી શકશે. તેમજ ભરતીમાં જવા માંગતા અને ભરતી પૂર્વેની ફ્રી ગાઇડન્સ અને તાલીમ મેળવવા ઈચ્છતા ઉમેદવારોને જીલ્લા રોજગાર કચેરી, ૩ જો માળ, જીલ્લા સેવા સદન, છાપરી, દાહોદનો સંપર્ક કરવા તેમજ રોજગાર કચેરીના હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવેલ છે.