લીમખેડાના પાડા ગામે વન્યપ્રાણી દીપડાએ હુમલો કરતા મૃત્યુ પામેલ વ્યક્તિની વિધવાને સરકાર તરફથી રૂ. પાંચ લાખની સહાયનો ચેક અર્પણ કરતા સાંસદ જશવંતસિંહ ભાભોર

0
31

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાડા ગામે  તા.૨૪/૦૫/૨૦૨૩ ને બુધવારના રોજ વન્યપ્રાણી દીપડા દ્વારા હુમલો થયો હતો. જેમાં રમેશભાઇ રતનાભાઈ ચૌહાણ પર દીપડાએ હુમલો કરેલ હતો. જેમાં સારવાર દરમ્યાન તેઓનું મૃત્યુ થયેલ હતું. તેમના પત્ની કવિતાબેન રમેશભાઇ ચૌહાણ ને તા.૨૫/૦૫/૨૦૨૩ ને ગુરુવારના રોજ સરકાર ના ઠરાવ મુજબ 5,00,000/- (અકે રૂપિયા પાંચ લાખ) નો સહાયનો ચેક સાંસદ જસવતસિંહ ભાભોરના વરદ્હસ્તે આપવામાં આવ્યો. ત્યારે DFC આર.એમ. પરમાર, ACF પ્રશાંત તોમર, ACF અભિષેક સમરીયા તથા સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.

ગ્રામજનોને સાવચેતીના ભાગ રૂપે રાત્રે બહાર નહિ ઊંઘવા, ઘર ની આજુબાજુ લાઈટ,સાફસફાઈ રાખવા સમજાવ્યા.ગામ ના સરપંચ,સભ્યો આગેવનો પણ હાજર રહયા હતા.માત્ર બનાવ ના 48 કલાક ના સમય ગાળા માં મૃતક ના પરિવાર ને વન વિભાગ દ્વારા સહાય મંજુર કરી ચુકવણી કરવાકમાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here