લીમખેડામાં જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખના માર્ગદર્શન હેઠળ કોરોના જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું

0
69

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડામાં લીમખેડા તાલુકાના જુદા જુદા ક્લસ્ટરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સૂચના અન્વયે BRC, CRC અને શિક્ષકોની બાઈક રેલી કોરોના જન જાગૃતિ સંદર્ભમાં યોજવામાં આવી હતી. જેમાં શિક્ષકો સરકારશ્રીની ગાઈડ લાઈનના ચુસ્ત પાલન સાથે બી. આર. સી ભવન થી સમગ્ર લીમખેડા નગરમાં બેનર, લાઉડસ્પીકર લઈ લોકોમાં કોરોનાનો ભય ન ફેલાય તથા સોસીયલ ડિસ્ટન્સ – માસ્ક વગેરે બાબતે લોકો સમજ આપવા માં આવી. કોવીડ-19 ના પાલન સાથે સમગ્ર લીમખેડા નગરમાં બાઈક રેલી યોજાઈ હતી. કાર્યક્રમનું આયોજન BRC કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તથા તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી સમગ્ર વિસ્તારમાં બાઈક રેલી દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ યોજાનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here