HIMANSHU PATEL –– LIMKHEDA
આજ રોજ તા.૦૯/૧૦/૨૦૨૩ ને સોમવારના રોજ લીમખેડા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન દુધિયા પ્રાથમિક શાળા ખાતે દાહોદના લોકલાડીલા સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાયું હતું. તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગમાં 85 કૃતિઓ સાથે 170 જેટલા બાળ વૈજ્ઞાનિકો સહભાગી થયાં હતાં.
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લીમખેડા તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, તાલુકા પંચાયત લીમખેડાના પ્રમુખ ઈલાબેન બાલમુકુંદ નિનામા, અતિથિ વિશેષ તરીકે દાહોદ ડાયટનાં સિનિયર લેક્ચર તથા લીમખેડા તાલુકાના લાયઝન અધિકારી ભાવનાબેન પલાસ, દુધિયા ગ્રામ પંચાયતના સરપંચ કનુભાઈ પ્રજાપતિ, દુધિયા જિલ્લા પંચાયતનાં જિલ્લા સભ્ય સરતનભાઈ ચૌહાણ, વિવિધ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતનાં સભ્યો, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદના અધ્યક્ષ દેશિંગભાઈ તડવી, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પ્રાંત ટીમના મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ, પ્રાથમિક શિક્ષક સંઘ દાહોદના સિનિયર મંત્રી મંગીલાલભાઈ પ્રજાપતિ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કારોબારી સભ્ય નરેન્દ્રભાઇ પંચાલ, લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલુભાઈ ડામોર, મંત્રી અક્ષયભાઈ પલાસ સહિત ટીમના હોદ્દેદારો, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લીમખેડાના અધ્યક્ષ શનુભાઈ ભાભોર, મંત્રી હિમાંશુભાઈ પટેલ સહિત ટીમના હોદ્દેદારો, 17 CRC કો.ઓર્ડીનેટર, BRC ભવનની સમગ્ર ટીમ, તાલુકાના વિવિધ CRC સેન્ટરની શાળાનાં આચાર્યો, શિક્ષકો, બાળકો, સાથે-સાથે બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક ભાઈ બહેનો, વિવિધ માધ્યમિક શાળાઓના મૂલ્યાંકન કરનાર શિક્ષકો, દુધિયા ગ્રામના ગ્રામજનો, વડીલ ભાઈઓ બહેનો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન પરમાર, BRC. Co. ઋષિભાઈ સલાણિયા સહિત શિક્ષકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાંચ વિભાગમાંથી 1 થી 3 નંબર પ્રાપ્ત કરનાર બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર બાળ વૈજ્ઞાનિકોને ડૉ.જશુભાઈ પટેલ તરફથી રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.