લીમડી બી.પી. અગ્રવાલ સ્કૂલ ની સામે 18 વર્ષથી નાના બાળકોને તમાકુનું વેચાણ કરતા દુકાનદારને ઝડપી પાડતી તમાકુ નિયંત્રણ અધિનિયમ નો કેસ કરતી લીમડી પોલીસ.
અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી., ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગરનાઓએ તમાકુના વેચાણ પર નિયંત્રણ લાવવા સારુ ઝુંબેશ આપેલ હોઇ જે અન્વયે પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા દાહોદનાઓએ તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 હેઠળ તમાકુના વેચાણ ઉપર નિયંત્રણ લાવવા આદેશ કરેલ તથા I/C નાયબ પોલીસ અધિક્ષક એસ.ડી. રાઠોડ ઝાલોદ ડિવિઝનનાઓએ સૂચના અને માર્ગદર્શન પૂરું પાડેલ અને C.P.I. એમ.કે. ખાંટ ઝાલોદ સર્કલનાઓના સીધામાં માર્ગદર્શન અને સુચના હેઠળ આજે તા.૧૩/૦૫/૨૦૨૩ ને શનિવારના રોજ લીમડી પો.સ્ટે. નાં સી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોર નાઓને બાતમી મળેલ કે લીમડી ગામે બી.પી.અગ્રવાલ સ્કૂલની સામે “દિશા કિરાણા” નામની દુકાનનો દુકાનદાર ૧૮ વર્ષથી નીચેના બાળકોને સિગારેટ તમાકુનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસ પ્રદીપભાઈ નટુભાઈ અ.પો.કો.નાઓ સાથે સદર હું દુકાન ઉપર છટકું ગોઠવી રેઇડ કરતા 12 વર્ષના બાળકને સિગરેટ તમાકુનું વેચાણ કરતા દુકાનદાર રાકેશ રતનભાઈ રાઠવા ઉં.વ. ૨૬ વર્ષ રહે.ગારી વાસ લીમડીને રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.