Saturday, November 9, 2024
Google search engine
HomeDahod - દાહોદલોકસભા ચુંટણી – ૨૦૨૪ માટે ચુંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સુચારુ...

લોકસભા ચુંટણી – ૨૦૨૪ માટે ચુંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સુચારુ વ્યવસ્થાપન માટે જે તે વિભાગના નોડલ અધિકારી નિમાયા

આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ ના અનુસંધાને જિલ્લા કક્ષાએથી દેખરેખ અને સુચારૂ સંચાલન થાય તે માટે જિલ્લાની ૬ વિધાનસભા તેમજ સંતરામપુર સહિત મત વિસ્તારો માટે ચુંટણી પ્રક્રિયા દરમ્યાન કરવાની થતી અલગ-અલગ કામગીરી સારૂ તેમજ ચુંટણીના સંચાલનમા સરળતા અને અસરકારકતા સુનિશ્ચિત કરવા માટે ચુંટણી અધિકારી યોગેશ નિરગુડેના સુચારુ વ્ય્વસ્થાપન તેમજ માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ આપેલ યાદી મુજબ નોડલ અધિકારી ઓની નિમણુંક કરવામાં આવે છે.

નોડલ અધિકારિઓની યાદી મુજબ લોકસભા ચૂંટણી અંતર્ગત ખર્ચની દેખરેખ માટે નોડલ અધિકારી તરીકે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ નિમણુંક કરવામા આવી છે. જ્યારે મતપત્ર, પોસ્ટલ બેલેટ, ETPBS માટે તેમજ મતદાર યાદી માટે નોડલ અધિકારી પ્રાયોજના વહિવટદાર સ્મિત લોઢા, કાયદો અને વ્યવસ્થા, VM અને સુરક્ષા યોજના માટે નોડલ અધિકારી તરીકે પોલિસ અધિક્ષક રાજદીપ ઝાલા, મેનપાવર મેનેજમેન્ટ અને MCC માટે નોડલ અધિકારી જિલ્લા ગ્રામ વિકાસ એજંસી નિયામક બી.એમ.પટેલ, તાલીમ વ્યવસ્થાપન માટે નોડલ અધિકારી તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ.દામા, સામગ્રી વ્યવસ્થાપન માટે નોડલ અધિકારી તરીકે મદદનીશ ચેરીટી કમિશ્નર ડી.જે.મેકવાન તેમજ એ.આર.ટી.ઓ. સી.ડી. પટેલ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ માટે નોડલ ઓફિસર તરીકે જી.આર.ટી.સી. ડેપો મેનેજર એસ.કે.રોલ, કોમ્પ્યુટરાઇઝેશન, સાયબર સિક્યુરિટી અને આઇટી માટે નોડલ ઓફિસર તરીકે ડી.આઇ.ઓ./એન.આઇ.સી. ચારુકુમારી, SVEEP માટે નોડલ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ.એ.બારિયા, ઈવીએમ મેનેજમેન્ટ માટે નોડલ ઓફિસર તરીકે જિલ્લા લોકલ ફંડ પરીક્ષક મદદનીશ સિદ્ધરાજ સોલંકી, મીડિયા માટે નોડલ ઓફિસર તરીકે જિલ્લા માહિતી નિયામક સુરેંદ્રભાઇ બલેવિયા, કોમ્યુનિકેશન પ્લાન માટે નોડલ ઓફિસર તરીકે બી.એસ.એન.એલ. એ.જી.એમ. મનીશ ટેલેરા, ફરિયાદ નિવારણ અને મતદાર હેલ્પલાઇન માટે નોડલ ઓફિસર ડેપ્યુટી ડી.ડી.ઓ.(પંચાયત) એમ.ડી.દવે, નિરીક્ષકો માટે નોડલ અધિકારી તરીકે કાર્યપાલક ઇજનેર આર.& બી. સકીનાબેન વોરા, PWD માટે નોડલ ઓફિસર જિલ્લા સમાજ સંરક્ષણ અધિકારી એચ.એમ.રામાણી, સ્થળાંતર કરનારા મતદારો માટે નોડલ અધિકારી તરીકે જિલ્લા શ્રમ અધિકારી એમ.એમ.હિરાણી, ચૂંટણી ફરજ પર તૈનાત અધિકારીઓ/કર્મચારીઓની વ્યવસ્થા માટે નોડલ અધિકારી (જિલ્લા પંચાયત) સી.ડી.એચ.ઓ. ડૉ. ઉદયકુમાર ટીલાવત તેમજ (આઇસીડીએસ) જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઇ.એચ.ચૌહાણની નિમણુંક કરવામા આવી છે.

આમ, દાહોદ જિલ્લાની લોકસભા ચૂંટણી દરમ્યાન કામગીરીની વ્ય્વસ્થાના ભાગરૂપે તેમજ ચુંટણી પ્રક્રિયાને સરળ બનાવવા હેતુસર કુલ ૧૯ જેટલી વિવિધ જ્ગ્યાઓ માટે વિવિધ અધિકારીઓની નોડલ અધિકારીઓ તરીકે નિમણુંક કરવામા આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments