દાહોદ જિલ્લા પંચાયત અને સંજેલી તાલુકા પંચાયતની તા.૨૮/૦૨/૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં લઇ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ થી આજે તા.૨૩/૦૨/૨૦૨૧ ને મંગળવારના રોજ સંજેલી તાલુકામાં S.R.P. જવાનો તેમજ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, GRD જવાનો અને મામલતદાર કચેરી સ્ટાફ સાથે સંજેલી નગરમાં ફ્લેગમાર્ચ યોજાયો હતો.
