સંજેલી મામલતદાર કચેરી ખાતે વેપારી મંડળ સાથે બજાર ખોલવા અંગે અગત્યની બેઠક યોજાઈ

0
212
 દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી નગરમાં શનિવાર, રવિવાર તમામ બજારો બંધ રાખવા તેમજ સોમવાર થી શુક્રવાર 12 વાગ્યા સુધી જ ખોલવા માટે લેવાયો નિર્ણય.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતા નગરમાં સંજેલી મામલતદાર કચેરી ખાતે વેપારી મંડળ સાથે અગત્યની એક બેઠક આજે તા.૦૧/૦૫/૨૦૨૧ ને શનિવારના રોજ સંજેલી તાલુકા સેવા સદન ખાતે મળી હતી. જેમાં સંજેલી ઈન્ચાર્જ મામલતદાર વર્ષાબેન પટેલ અને પુરવઠા મામલતદાર સુજલકુમાર ચૌધરી તેમજ સંજેલી P.S.I. એસ.એમ. લાર્શન તેમજ સંજેલી સરપંચ કિરણભાઈ રાવત સાથે વેપારી મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે શનિવાર, રવિવારના રોજ તમામ બજારો બંધ રાખવા તેમજ સોમવાર થી શુક્રવારે બપોરના 12 વાગ્યા સુધીજ બજારો ખોલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here