દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તા.૧૭/૦૬/૨૦૨૩ ને શનિવારના રોજ “વિશેષ જનસંપર્ક અભિયાન” ની શરૂઆત ૧૩૦ – ઝાલોદની જિલ્લા પંચાયત સીટ સીમલીયાથી કરવામાં આવ્યો હતો. દેશના યશસ્વી વડાપ્રધાને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર ૯ વર્ષ પુર્ણ થયા છે. જે પ્રસંગે ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જીલ્લા, મંડળ, શક્તિકેન્દ્ર અને બુથ ઉપર આયોજીત કરવામાં આવનાર છે. તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભાનાં દરેક ક્ષેત્રોમાં યોજવામાં આવનાર છે જેમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, તાલુકા ભાજપના અન્ય હોદ્દેદારો આ વિશેષ જનસંપર્ક અભિયાનમાં જોડાયા હતા.
જે તા.૧૭/૦૬/૨૦૨૩ ને શનિવારના રોજ જન સંપર્કમાં દાહોદની જિલ્લાના ઝાલોદ તાલુકાના જિલ્લા પંચાયતની સીમલીયા સીટના અગ્રણી ભીમસિંહભાઈ જેસિંગભાઈ ડામોર (નિવૃત્ત આચાર્ય – ડુંગરી) રાધા સ્વામી સંપ્રદાય જોડે સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ લીમડી જિલ્લા પંચાયત સીટના અગ્રણી રસુભાઈ વાલસિંહ ભાભોર (નિવૃત્ત હેડ મિકેનિક – ટાંડી) ગોવિંદ ગુરુ સમાધિ સ્થાપના આગેવાનો સાથે જોડે સંપર્ક સાધવામાં આવ્યો હતો.
ત્યારબાદ લીમડીની હોટલ દર્શન ખાતે ભોજન લેવામાં આવ્યું. બાદમાં કદવાલમાં રમેશભાઈ વાઘાભાઈ બારિયા (પાણીવેડ) (નિવૃત્ત એ.કલેક્ટર ) અને બચુભાઈ માનસિંગભાઈ ગરાસિયા (નિવૃત્ત સુપ્રિડેન્ટ રેલ્વે) ની મુલાકાત લઈ ગરાડું જિલ્લા પંચાયત સીટના અગ્રણી મલસિંહ વીરજીભાઈ મુનિયા (નિવૃત્ત આચાર્ય – ગરાડું) ની મુલાકાત કરી પુર્વ સૈનિકો સાથે ધાવડિયા ખાતે મુલાકાત કરવામાં આવી. ત્યારબાદ ગામડી જિલ્લા પંચાયત સીટના અગ્રણી ગિરીશભાઈ હકરાભાઈ ડામોર (નિવૃત્ત આચાર્ય – ગામડી) જોડે મુલાકાત કરી છાસીયા ખાતે વિકાસ તીર્થના પ્રવાસમાં છાસીયા ચેકડેમ મુલાકાત લેવામાં આવી.
ત્યારબાદ ચાકલીયા જિલ્લા પંચાયત સીટમાં આવેલ રાજસ્થાન અને ગુજરાતને જોડતો પુલ (કાળાકોતર) અને ચાકલીયા દાંતગઢ પ્રાથમિક શાળાના નવીન વર્ગખંડ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. અંતે સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર અને ઝાલોદના ભાજપના કાર્યકર્તા સાથે મુલાકાત લીધી હતી. વધુમાં તેઓએ સાંજે વગેલા જિલ્લા પંચાયત સીટના અગ્રણી મહેન્દ્રભાઇ મખજીભાઈ મુનીયા (નિવૃત્ત આચાર્ય – મુંડાહેડા) ની મુલાકાત લઈ પાવડી જિલ્લા પંચાયતના વિકાસ તીર્થ તરીકે મોડેલ સ્કૂલ – મીરાખેડી ની અને CHC – મીરાખેડી ની મુલાકાત લીધી હતી.