૬૭ માં પ્રજાસત્તાક પર્વે દાહોદ પોલીસ મુખ્ય મથક ખાતે રૂા. ૩૯૫ લાખના ખર્ચે નવનિર્મિત ૪૮ પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા રાજય મંત્રી શંકરભાઇ ચૈાઘરી

0
889

keyur parmar

  logo-newstok-272-150x53(1)

Keyur Parmar dahod

 ૬૭ મા પ્રજાસત્તાક પર્વે દાહોદ જિલ્‍લા પોલીસ મુખ્ય મથક ખાતે રૂા. ૩૯૫ લાખના ખર્ચે નવનિર્મિત અધતન સુવિધા યુકત ૪૮ પોલીસ આવાસોનું લોકાર્પણ રાજયના આરોગ્ય-પરિવાર કલ્યાણ,શહેરી ગૃહ નિર્માણ રાજય મંત્રી શંકરભાઇ ચૈાઘરીના હસ્‍તે કરવામાં આવ્યું હતું

      આ પ્રસંગે રાજયમંત્રી ચૈાઘરીએ જણાવ્યું હતું કે આદિજાતિ વિસ્‍તારના પોલીસ કર્મીઓ સારી સુવિધા તથા સગવડો ધરાવતા આવાસ પ્રાપ્‍ત થતા પોલીસ કર્મીઓને સંતોષની લાગણી ઉત્પન્ન થતાં કામગીરી સારૂં વાતાવરણ ઉત્પન્ન થાય છે. સાથે સાથે પોલીસ કર્મીઓ તથા કુટુંબીજનોને રહેણાંક અંગેની સુવિધા પ્રાપ્‍ત થવા થી સુરક્ષા મળે છે જેના પરિણામે પોલીસ જવાન  પોતાની ફરજો વધુ સારી રીતે બજાવી શકે છે. અને સાથે સાથે તેના જુસ્‍સા માં પણ વધારો થાય છે.એમ મંત્રીએ જણાવ્યું હતું

   આ કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ ધારાસભ્ય મહેશ ભાઇ ભુરીયા,  કલેકટર એમ.એ.ગાંધી, જિલ્‍લા વિકાસ અધિકારી સતિષ પટેલ,જિલ્‍લા પોલીસ વડા  મનોજ  નિનામા,  નિવાસી અધિક કલેકટર કે.જે.ર્બોડર, જિલ્‍લાના અધિકારીઓ, પોલીસ કર્મીઓ, નગર જનો  વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here