દાહોદમાં તા.૦૫/૧૨/૨૦૨૨ ને સોમવારના રોજ મતદાન પુર્ણ થયા બાદ ચૂંટણી અધિકારી કક્ષાએ મતદાન સામગ્રી સહિત ઈ.વી.એમ., વીવીપેટ મશીનો રીસીવ કરી નિયત જી.પી.એસ. સીસ્ટમ સહિતના વાહનોમાં તમામ મશીનો જિલ્લાકક્ષાના મતગણતરી કેન્દ્ર સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે લાવવામાં આવ્યા હતા. અને નિયત કરેલ વિધાનસભા મતવિભાગના સ્ટ્રોગરૂમમાં મુકી સીલ ક૨વામાં આવ્યા હતા.
આવતીકાલે તાઃ૦૮/૧૨/૨૦૨૨ ને ગુરુવારના ૨ોજ સ૨કારી ઈજનેરી કોલેજ ખાતે નકકી કરેલ વિધાનસભા મતવિભાગ વાઈઝના મતગણતરી હોલમાં મતોની ગણતરી સવારના ૦૮:૦૦ કલાકથી હાથ ધરવામાં આવનાર છે, ત્યારે તેના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકા૨ની કામગીરી પુર્ણ ક૨વામાં આવેલ છે.
જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તેમજ મત ગણતરી સેન્ટર ખાતે ત્રિસ્તરીય બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. અને સમગ્ર પ્રક્રિયા ભારતના ચૂંટણી પંચની સુચના અને ગાઈડ લાઈન મુજબ પુર્ણ ક૨વામાં આવી છે. અને આવતી કાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં મત ગણત્રી થશે તેવી ખાતરી મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી ડો.હર્ષિત ગોસાવી અને દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા NewsTok24 સાથેની ખાસ વાતચીતમાં આપવામાં આવી છે.
દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ઉપર સ્ટ્રોંગ રૂમ મોનીટરીંગ કરતા લાઈવ TV સ્થળ ઉપર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરતા નજરે પડી રહ્યા છે