Sandip Patel – Dhansura
મોડાસા શહેરના પોસ વિસ્તારમાં આવેલ માલપુર રોડ પર આવેલ બાલાજી કોમ્પ્લેક્ષની પાછળ તિરુપતિ સોસાયટીમાં કપિરાજે છેલ્લા એક અઠવાડિયાથી માઝા મૂકી છે બાજુમાં આવેલ આઈ. ટી. આઈ. ના કેમ્પસમાં ઘટાદાર વૃક્ષોના કારણે વાનરોનું ઝુંડ ત્યાં આવીને રહી છે ને ગમે ત્યારે બજારના રસ્તાઓ અને સોસાયટીમાં આવી જઈને નુકશાન પહોચાડે છે જયારે એક વાનરે સોસાયટીમાં રહેતા પ્રાથમિક શિક્ષક સુનીલભાઈને ત્યાં મહેમાન તરીકે આફ્રિકાના બોટશનથી આવેલ ભાણા આરુષ જયેશ બ્રહ્મભટ્ટ ને બહાર હીચકા ઉપર એકલો બેઠેલો જોઈ આ વાનરોની ટીમ દોડી આવીને તેના ડાબા પગ ઉપર આજુબાજુ બે જગ્યાએ બાચકા ભરી નાસી ગયા હતા ત્યારબાદ આરુષને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પગની બંને બાજુ ત્રણ ત્રણ ટાકા લેવા પડ્યા હતા તેમજ તેને હડકવાની સારવાર કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બન્યા પછી વાનરો CCTV માં ભાગતા નજરે પડે છે આ સમગ્ર ઘટનાથી સોસાયટીના રહીશોમાં ભય ફેલાઈ ગયો છે અને આ અંગે સ્થાનિક રહીશોએ વન વિભાગ અને નગર પાલિકાને તાત્કાલિક ધોરણે પગલા ભરવા માંગ કરી હતી.