Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ આંગણમાં પદ્માવતી દેવીના પરમ ઉપાસક એવા જૈનાચાર્ય ડો.વસન્ત વિજયજી મા. સા.નું...

દાહોદ આંગણમાં પદ્માવતી દેવીના પરમ ઉપાસક એવા જૈનાચાર્ય ડો.વસન્ત વિજયજી મા. સા.નું ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું

 THIS NEWS IS SPONSORED BY – RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના દાહોદ શહેર ખાતે તારીખ ૨૮ ડિસેમ્બર 2019 ના રોજ સવારે 8:30 કલાકે માતા પદ્માવતી ના પરમ ઉપાસક, કૃષ્ણગીરી શક્તિપીઠધિપતિ,રાષ્ટ્ર સંત ડો. વસન્ત વિજયજી માં. સા. નું નગરપાલિકા ચોક ખાતે દાહોદ જૈન સંઘ દ્વારા ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ દાહોદ શહેર ના વિવિધ રાજમાર્ગો પર નગર યાત્રા નીકળવામાં આવી હતી.જેમાં દાહોદ દાઉદી વ્હોરા સમાજનું એચ.વી.એસ. બેન્ડ પણ સામેલ થયું હતું. અને સુમધુર સુરવલી સાથે ભક્તિ મય સંગીત સાથે દાહોદ જૈન સંઘ ના મહિલા ઓ કળશ સાથે આ નગરયાત્રા માં જોડાયા હતા. જેમાં જૈન સંઘ ના પરુષો, મહિલાઓ , બાળકો મોટી સંખ્યા માં જોડાયા હતા. આ નગરયાત્રા નગરપાલિકા ચોક થી દોલતગંજ બજાર ,જૈન મંદિર, બહારપડાવ, પડાવ, જૂની આર. ટી. ઓ. થઈ સીમંધર મંદિર પર સમાપન કરવામાં આવી હતી.

આ નગરયાત્રા દરમ્યાન મા.સા. શ્રી માર્કેટ રોડ પર આવેલ જૈન મંદિરમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના દર્શન કરી નગરયાત્રાને આગળ વધવાના સંકેત કર્યા હતા આ નગરયાત્રા સીમંધર સ્વામી જૈન મંદિર ખાતે પૂર્ણ થયા બાદ જૈન સમાજની મહિલાઓ દ્વારા સુંદર મજાની રંગોળી કરી મા.સા.શ્રી નું ભવ્ય સ્વાગત કર્યું હતું સ્વાગત ગીતથી દાહોદ જૈન સંઘની કુવારીકાઓ તથા મહિલાઓ દ્વારા કાપડના પ્રોપ યુઝ કરી સરસ મજાનું સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આ સ્વાગત ગીત તથા નૃત્યનો સંચાલન નયનાબેન બિપિનચંદ્ર શાહ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ સીમંધર સ્વામી જૈન મંદિરના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ દ્વારા દિપ પ્રજ્વલિત કર્યા બાદ મા. સા. શ્રી નું પ્રવચન યોજવા માં આવ્યું હતું ત્યારબાદ શ્રી નાગેશ્વર પૂનમ મંડળ તથા નવકાર ગ્રુપ દ્વારા સ્વામી વાત્સલ્ય નું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને સાંજના 7:30 કલાકે મા. સા.ની અમૃતવાણી દાહોદ ની ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. કાર્યક્રમના સમાપન વિધિ દિવ્ય ચોપડા એ કરી સૌનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments