PRITESH PANCHAL –– JHALOD
દાહોદથી રાજસ્થાનના નિંબાહેડા સુધી ફોર લેન હાઇવે બનાવવા સરકારશ્રી દ્વારા આદિવાસી ખેડૂતોને નજીકના બજાર ભાવની ત્રણ ગણી કિમત આપવાનુ પ્રલોભન આપી જમીન સંપાદન કરી લઇ લિધા બાદ પણ ૨૦૧૪ થી આજ દિન સુધી વળતર ન ચુકવાતા ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઇ ડાંગી દ્ધારા અસરગ્રસ્ત ખેડૂતોને સાથે રાખી જો ૭ દિવસ ની અંદર ૨૦૧૪ થી ચુકવવાના થતા નાણાંના વ્યાજ સહિત નાણાં ચુકવવામાં નહિ આવશે તો તા.૨૮.૦૯.૨૦૨૦ ના સોમવારના રોજ વરોડ ટોલ બુથ ઉપર તમામ અસરગ્રસ્ત ગામોનાને સાથે રાખી ચક્કાજામ કરી ઉગ્ર અાંદોલન કરવાની ચીમકી મુકેશભાઇ ડાંગી દ્વારા આવેદન મારફત ઉચ્ચારવામાં આવી હતી. કેમકે જે જમીન છતાં ભાવે ખેડૂતો પાસેથી પડાવી લિધેલ છે તે જમીન ઉપર ટોલ ગેટ ઉભો કરી ત્રણ વર્ષથી ટોલ ઉઘરાવવામાં આવી રહેલ છે. પણ જમીન માલિકોને આજ દિન સુધી જમીનનુ વળતર ચુકવવામાં આવેલ નથી અને જો આંદોલન સમયે કોઇ ઘર્ષણ થશે તો તેની સંપુર્ણ જવાબદારી સરકાર તેમજ જવાબદાર તંત્ર અને હાઇવે ઓથોરિટીવાળા ઓની રહેશે.