અતિવૃષ્ટીમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ અમદાવાદ જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડને નાયબ મુખ્યમંત્રીએ સન્માનિત કર્યા

0
73

NILKANTH VASUKIYA – VIRAMGAM

 

  • બનાંસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટીમાં રોગ અટકાયતી પગલાં હાથ ધરી સમગ્ર પરિસ્થિતી ને અંકુશમાં લાવવાની કામગીરી કરી હતી

અમદાવાદ જિલ્લાના વહેલાલ ખાતે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બનાંસકાંઠા અને પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ અમદાવાદ જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ તથા તેમની સમગ્ર ટીમો દ્વારા રોગ અટકાયતી તમામ પગલાં હાથ ધરી સમગ્ર પરિસ્થિતી ને અંકુશમાં લાવી ઉત્કૃષ્ટ કામગીર બદલ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદ જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડને સન્માનીત કરવામાં આવ્યા હતા.

ઉત્કૃષ્ટ કામગીર બદલ સન્માનિત કરવામાં આવેલા અમદાવાદ જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૧૭ માં બનાસકાંઠા જીલ્લા માં અતિ ભારે વરસાદ ને કારણે જે અતિવૃષ્ટિ સર્જાવા પામેલ તેમાં જીલ્લાના મેલેરીયા અધિકારી તરીકે મને તથા ટીમને બનાસકાંઠા જીલ્લા માં પ્રતિનિયુક્તિ આપવામાં આવેલ  હતી. જેમાં અમારી સમગ્ર ટીમે રોગ અટકાયતી તમામ પગલાં હાથ ધરી તથા સમગ્ર પરિસ્થિતી ને અંકુશમાં લાવા માટે કામગીરી કરી હતી. આ ઉપરાંત પાટણ જીલ્લામાં પણ અતિવૃષ્ટિ ને કારણે જીલ્લા મેલેરીયા અધિકારી તથા તેમની ટીમ દ્વારા વાહકજન્ય તેમજ પાણીજન્ય રોગચારા નિયંત્રણ કામગીરી હાથ ધરેલ હતી. જેમાં સર્વેલન્સ પોસનાશક કામગીરી ફોગીંગ કામગીરી ક્લોરીન ટેબલેટ વિતરણ જેવી કામગીરી હાથ ધરી રોગચારાને અંકુશમાં લેવામાં આવ્યો હતો. આ ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ નાયબ મુખ્ય પ્રધાન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વહેલાલ ખાતે આયોજિત જિલ્લાકાક્ષાના પ્રજાસત્તાક પર્વમાં આઇસીડીએસ વિભાગ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ થીમ પર બનાવવામાં આવે ટેબ્લો લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here