દાહોદ જિલ્લાના વર્ષો સુધી પ્રભારી રહ્યા અને ભાજપને પોતાનું પરિવાર સમજી અને સંગઠનમાં રચ્યા પચ્યા રહી રાઉન્ડ ધ કલોક બસ માત્ર ભાજપનું હિત કઈ રીતે થાય તેવું વિચારી અને તેને અમલમાં મૂકનારા કર્મઠ સંગઠક અમિત ઠાકર ઉપર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આ વખતે તેમના ઉપર વિશ્વાસ મૂકી અને તેમને અમદાવાદની વેજલપુર 42 ઉપરથી ઉમેદવાર બનાવ્યા હતા. તેમના નામની જાહેરાત થતાની સાથે જ તેમના ત્યાં કાર્યકર્તાઓ સ્વયમ પહોંચી ગયા હતા અને તેમને અભિનંદન આપી કામે લાગી ગયા હતા. તેમના પ્રચારમાં ભાજપના ઓપન સ્ટાર પ્રચારકોએ પ્રચાર કાર્યો હતો અને સ્મૃતિ ઈરાનીએ તો તેમના માટે જાહેરમાં કહ્યું હતું કે આ મારો મોટો ભાઈ છે અને તેને પાર્ટી માટે શું નથી કર્યું તેને હવે તલવાર કાઢી છે એટલે એને જીતાડ જો. અને ખરેખર વેજલપુરના લોકોએ અમિતભાઈ ને ખોબે ખોબે વોટ આપ્યા અને તેમને વેજલપુર સીટ ઉપરથી જંગી બહુમતી થી જીત અપાવી.
ભાજપના અમિતભાઈ ઠાકરને વેજલપુર વિસ્તારનાં કુલ મત માંથી 56.18% વોટ શેર નાં હિસાબે કુલ ૧૨૮૦૩૯ મત મળેલ છે જ્યારે તેમના પ્રતિદ્વંદી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના રાજેન્દ્ર પટેલને ૬૮૩૯૮ મત મળ્યા હતા. જેથી ભાજપના અમિતભાઈ ઠાકર ૫૯૬૫૧ મત થી વિજય થયેલ છે. આ વિજય બદલ અમિતભાઈ ઠાકરને દાહોદ જિલ્લા ભાજપ મીડિયા સેલના સહ ઇન્ચાર્જ અને NewsTok24 નાં એડિટર ઇન ચીફ નેહલ શાહ, દાહોદ મિત્ર વર્તુળ પરિવારના એવા દૂરદર્શનના રિપોર્ટર પ્રેમશંકર કડિયા, દાહોદ શહેર ભાજપ ઉપપ્રમુખ અક્ષય જોશી, હિમાંશુ પરમાર, NewsTok24 નાં Executive Editor કેયુર પરમાર, આનંદ જોશી, નરેશ દેસાઈ (કાકા) તેમજ NewsTok24 પરિવાર અને કેદારનાથ ગ્રુપના મિત્રો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.🎉🎉🎉🎉