અમદાવાદ ગ્રામ્ય LCB એ હાઇવે પર થી પસાર થતા વાહનો માંથી માલ સામાન ની ચોરી કરતી કૂખ્યાત “ગેડીયા” ગેંગના સાગરીતને ઝડપ્યો, ₹.૩.૮૫ લાખના મુદ્દામાલ કબ્જે, અમદાવાદ જિલ્લાના ૧૦ થી વઘુ ગુન્હાનો ભેદ ઉકેલાયો

0
118

PIYUSH GAJJAR – VIRAMGAM

 

અમદાવાદ ગ્રામ્ય LCB અને વિરમગામ ગ્રામ્ય પોલીસને બાતમીના આઘારે રાજ્યના હાઇવે પરથી પસાર થતા વાહનો માંથી તાડપત્રી કાપી કિંમતી માલ સામાનની ચોરી કરતી કૂખ્યાત “ગેડીયા” ગેંગના સાગરીતને ઝડપી પાડયો હતો. જેમા આરોપી વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર થોરી કેનાલ પાસે થી રામલો ઉર્ફે રામદાસ સ/ઓ ગગજીભાઇ વાલજીભાઇ કોળી પટેલ ઉં.વ.-23 રહે.ભરવાડ વાસ થોરી થાંભા, વિરમગામ જેની પાસેથી સ્કોર્પિયો ગાડી નં-જીજે-૧ કેસી- ૯૬૮૯ માથી પ્લાસ્ટિકના દાણા થેલા નંગ ૨ કિં-૫૦૦૦/-, વિમલ ગુટખાના બોક્ષો નંગ ૪ કિં ૮૦,૦૦૦/- સ્કોર્પિયો કાર સહિત કુલ ₹.૩,૮૫,૫૦૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપીની પૂછપરછ કરતાં છેલ્લા એક મહિના દરમ્યાન ૧૦ થી વઘુ ગુન્હા આચરેલા હતા. જેમા વિરમગામ રૂરલ-૧, સાણંદ-૧, ઘોળકા-૧ સહિત ૧૦ ગુન્હાની કબુલાત આરોપીએ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here