અમદાવાદ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોને કાયાકલ્પ એવોર્ડ તથા N.Q.A.S. પ્રમાણપત્ર અપાયા

0
95

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

– અમદાવાદ જિલ્લાના ૯ પ્રા. આ. કેન્દ્ર તથા ૧ સા. આ. કેન્દ્રને N.Q.A.S.એનક્યુએએસ પ્રામણપત્ર અને ૧ પ્રા.આ.કેન્દ્ર તથા ૧ સા.આ.કેન્દ્રને કાયાકલ્પ એવોર્ડ અપાયો

વિરમગામ ખાતે આયોજિત જિલ્લાના સ્વતંત્રતા પર્વમાં મહેસુલ તથા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ્દહસ્તે અમદાવાદ જિલ્લાના ૯ પ્રા.આ.કેન્દ્રને N.Q.A.S. પ્રમાણપત્ર, ૧ સા.આ.કેન્દ્રને N.Q.A.S. પ્રમાણપત્ર અને ૧ પ્રા.આ.કેન્દ્ર તથા ૧ સા.આ.કેન્દ્રને કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, ક્વોલીટી મેડિકલ ઓફિસર ડો.સ્વામી કાપડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ જીલ્લા ક્વોલીટી ઓફિસર ડો.સ્વામી કાપડીયાએ જણાવ્યુ હતુ કે, જાહેર સ્વાસ્થ્ય સુવીધાઓમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જળવાય તે હેતુથી કાયાકલ્પ પ્રોગ્રામ સમગ્ર રાજ્યમાં કાર્યરત થયેલ છે. જે અન્વયે જીલ્લાના તમામ ૩૯ આરોગ્ય સંકુલમાં કાયાકલ્પ પ્રોગ્રામની ગાઇડ લાઇન મુજબ સ્વચ્છતા જળવાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ સ્થાન પર આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતલપુરને ૫૦ હજાર રૂપીયાનો ચેક તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ધુંધુકાને ૧ લાખ રૂપીયાનો ચેક આપવામાં આવ્યો હતો. ક્વોલીટી કાઉન્સિલ ઓફ ઇન્ડીયા દ્વારા આપણા જાહેર આરોગ્ય કેન્દ્રોમાં એનક્યુએએસ ચેકલીસ્ટની જીલ્લાકક્ષાએથી ચકાસણી કરવામાં આવેલ છે. જેમાંથી પસંદ થયેલા અમદાવાદ જીલ્લાના કુલ ૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ૧ સામુહિક આરોગ્ય કેન્દ્રને પ્રોત્સાહક રકમ રૂપે રૂપીયા ૫૦ હજાર મળવા પાત્ર છે. તેઓને એનક્યુએએસ પ્રામણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here