અમદાવાદ જિલ્લાની આંગણવાડીઓ માટેના “એજ્યુકેશનલ ટોયઝ” નો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

0
120

 

 

  • ₹.૨૦ લાખના ખર્ચે  “એજ્યુકેશનલ ટોયઝ” જિલ્લાના કુલ ૧૨ ઘટકોના ૧૦૦ જેટલા આંગણવાડી કેન્દ્ર માટે કીટ તૈયાર કરાઇ

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકોનો શારીરિક, માનસિક, બૌધ્ધિક અને સામાજિક વિકાસ થાય એ માટે ₹.૨૦ લાખના ખર્ચે  “એજ્યુકેશનલ ટોયઝ” (શૈક્ષણિક રમકડાં) જિલ્લાના કુલ ૧૨ ઘટકોના ૧૦૦ જેટલા આંગણવાડી કેન્દ્રમાં ૧ કીટ અંદાજીત ₹.૨૦૦૦૦/- ના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. જેનુ “બાળાર્પણ” કરવાના અનુસંધાને  અમદાવાદ જિલ્લાના કાવિઠા-રજોડા અને સાલજડા ગામે બાળ વિકાસલક્ષી કાર્યક્રમનુ ઉદ્ઘાટન અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા  કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પ્રોગ્રામ ઓફીસર એન.એલ.રાઠોડ, બાવળા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ચેતનસિંહ ગોહીલ, સીડીપીઓ જયશ્રીબેન સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here