અમદાવાદ જિલ્લામા ૧૦૦થી વધુની ઉંમરવાળા ૬૬૨ મતદારો : ૯૦ થી ૧૦૦ વર્ષની વચ્ચેની વયમર્યાદાવાળા ૭,૮૪૩ મતદારો નોંધાયા છે

0
69

PIYUSH GAJJAR – VIRAMGAM

અમદાવાદ જિલ્લામાં ૨૧ વિધાનસભા બેઠકો પર બાવન લાખથી વધુ મતદારો નોંધાયેલા છે. જેમાં ૧૦૦ વર્ષથી પણ વધુની ઉંમર ધરાવતા કુલ ૬૬૨ મતદારો નોંધાયેલા છે. જેમાં ધંધુકામાં સૌથી વધુ ૧૧૦ અને ઠક્કરબાપા નગરમાં સૌથી ઓછા ૬ શતાયુ મતદારો છે. જ્યારે ૯૦ થી ૧૦૦ની વયમર્યાદા ધરાવતા કુલ ૭,૮૪૩ મતદારો નોંધાયેલા છે. આ વયોવુદ્ધ મતદારો લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં અચૂક મતદાન કરીને લોકશાહી પ્રણાલીને જીવંત રાખી રહ્યા છે.
યુવાનો આળસમાં મતદાન કરવાનું ટાળે છે ત્યારે આ વયોવુદ્ધો લાકડીના ટેકે પણ મતદાન કરવા જાય છે
અમદાવાદમાં ૧૮થી ૧૯ વર્ષની વયજૂથના કુલ મતદારો ૧.૧૯ લાખથી વધુ છે. જેઓ આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવા માટે થનગની રહ્યા છે. ત્યારે બીજી બાજુ ૯૦ વર્ષથી વધુની ઉંમરના વયોવુદ્ધોમાં પણ ચૂંટણીને લઇને એટલી જ તાલાવેલી જોવા મળી રહી છે.
અશક્ત અને બીમાર શરીર હોવા છતાંય, દિકરાના ખભા પર બેસીને, લાકડીના ટેકે કે કોઇનો પણ સહારો લઇને મતદાન મથકો પર ઉમટી પડતા આવા વયોવુદ્ધ મતદારો અચુક મતદાન કરવાની પ્રેરણા આપી જાય છે. જે બાબત જ દર્શાવે છેકે લોકશાહી વ્યવસ્થામાં તેઓને પુરેપુરો વિશ્વાસ છે.
મૂળ દેત્રોજના વતની અને અમદાવાદમાં સ્થાયી થઇને ઘાટલોડીયામાં રહેતા ૧૦૩ વર્ષના ઉમિયાબહેન પટેલના જણાવ્યા મુજબ ૧૯૭૭માં તેઓના પતિનું અવસાન થયું હતું તેના બીજા જ દિવસે ચૂંટણી હતી. તેઓ બેસણાના દિવસે પણ અચૂક મતદાન કરવા પહોંચી ગયા હતા. જ્યારે આજે તો આળસમાં જ લોકો મતદાન કરવા જવાનું ટાળી રહ્યા છે.
બાવળાના મંગુબેન પ્રહલાદભાઇ પટેલ આશરે ૧૦૬ વર્ષના તેઓના જણાવ્યા મુજબ તેઓએ અત્યાર સુધીની બધી જ ચૂંટણીમાં મતદાન કર્યું છે. વિરમગામના મેલડીનગરના લીલાબહેન ભરવાડ ૧૦૧ વર્ષ, માંડલના ઓડી ગામના હિરાબહેન ઠાકોર ૧૦૧ વર્ષ અને મણિનગરમાં રહેતા મણીભાઇ શામળભાઇ પટેલ ૧૦૪ વર્ષની ઉંમર હોવા છતાંય આ તમામ મતદારો અચૂક મતદાનમાં માને છે અને કોઇપણ સ્થિતિમાં મતદાનના દિવસે મતદાન મથકે મત આપવા પહોંચી જાય છે.માહીતી વિભાગ દ્વારા માહીતી આપવામાં આવી છેે. 

વિધાનસભાક્ષેત્ર૧૦૦થી૯૦થી ૧૦૦
 ઉંમરઉંમર
વિરમગામ૩૫૪૧૧
સાણંદ૨૯૨૮૫
ઘાટલોડીયા૨૩૪૯૨
વેજલપુર૨૭૪૨૪
વટવા૧૩૧૫૯
એલિસબ્રિજ૫૭,૦૧૪
નારણપુરા૪૨૪૪૨
નિકોલ૨૨૧૬૦
નરોડા૩૧૨૩૭
ઠક્કરબાપાનગર૧૯૧
બાપુનગર૩૬૨૫૮
અમરાઇવાડી૧૯૧૮૭
દરિયાપુર૨૧૨૬૭
ખાડિયા-જમાલપુર૨૬૨૩૯
મણિનગર૨૫૩૨૭
દાણીલીમડા૧૩૨૩૨
સાબરમતી૨૯૩૦૮
અસારવા૨૩૨૪૨
દસક્રોઇ૨૦૨૭૦
ધોળકા૫૫૩૧૩
ધંધુકા૧૧૦૭૨૩

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here