અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે સહીતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉતર્યા હડતાળ પર

0
135

 

 

હડતાળ પર ઉતરેલા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારી ઓએ રણનીતી ઘડવા વિરમગામમાં મીટીંગ કરી. 

અમદાવાદ જીલ્લા પંચાયતનાં વિરમગામ તાલુકાનાં  આરોગ્ય કર્મચારીઓની તા.૧૫/૦૨/૨૦૧૯ નાં રોજ થી ચાલતી અચોક્કસ મુદતની હડતાળનાં ભાગરૂપે વિરમગામ ખાતે મીટીંગ કરવામાં આવી હતી. જેના અનુસંધાને તાલુકા કક્ષાએથી આગામી હડતાળનાં આગળના કાર્યક્રમની યોજના બનાવવામાં આવી હતી અને વિરમગામ તાલુકાની તાલુકા કક્ષાની આરોગ્ય કર્મચારી મહાસંઘની સમિતિ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ જીલ્લાના વિવિધ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોતાના સ્થાન પર હડતાળની આગામી રણનીતિ નક્કી કરવામા આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, પંચાયત હસ્તકના મપહેવ, મપહેસુ, ફિહેવ, ફિહેસુ, લેબોરેટરી ટેકનિશીયન, ફાર્માશિષ્ટ સહિતના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે સહીતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ૧૫ ફેબ્રુઆરીથી અચોક્કસ મુતદની હડતાળ ઉપર ઉતર્યા છે અને પોતાના કામથી અળગા રહ્યા છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ત્રી સ્તરીય માળખાનો અમલ કરો, ૦ કીલોમીટર પીટીએ આપો, મિશન ગ્રેડ પે લઇને જ રહીશુ, મપહેવ કેડરના પ્રશ્નોનુ નિરાકરણ લાવો, ફિહેવ કેડરના પ્રશ્નોનુ નિરાકરણ લાવો, એલટી કેડરના પ્રશ્નોનુ નિરાકરણ લાવો, ફાર્મશિષ્ટ કેડરના પ્રશ્નોનુ નિરાકરણ લાવો જેવા મુદ્દાઓના ઉકેલમાં પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. તેમ અમદાવાદ જીલ્લાના પંચાયત હસ્તકના મપહેવ, મપહેસુ, ફિહેવ, ફિહેસુ, એલટી, ફાર્માસીસ્ટ સહિતના આંદોલન સાથે જોડાયેલા આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here