અમદાવાદ જિલ્‍લા પંચાયત ખાતે તાલુકા હેલ્‍થ ઓફીસરો, C.H.C. સુપ્રિટેન્‍ડન્‍ટ, મેડીકલ ઓફીસરો, અર્બન હેલ્‍થ ઓફીસરોની સમીક્ષા બેઠક યોજાઇ

0
203

 

Nilkanth Vasukiyalogo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

 

ગુજરાત સરકાર ના અધિક નિયામક આરોગ્‍યએ હાજર રહી માર્ગદર્શન આપ્‍યુ

અમદાવાદ જિલ્‍લા પંચાયત ખાતે સરદાર પટેલ સભાખંડ મા અમદાવાદ જિલ્‍લાના નવ તાલુકાના તાલુકા હેલ્‍થ ઓફીસરો અને જિલ્‍લામા આવેલા તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના મેડીકલ ઓફીસરો અને અર્બન હેલ્‍થ સેન્‍ટરના મેડીકલ ઓફીસરો તથા તમામ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રના સુપ્રિટેન્‍ડન્‍ટ ની સયુકત સમીક્ષા બેઠક ગુજરાત રાજયના અધિક નિયામક જાહેર આરોગ્‍ય  ડો. પરેશ દવેના અધ્‍યક્ષ સ્‍થાને યોજવામા આવી હતી. મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધીકારી ડો. શિલ્‍પા યાદવ દ્રારા ડો પરેશ દવે નું  સન્‍માન કરવામા આવ્‍યુ હતુ. સમીક્ષી બેઠકનો શુભારંભ આરોગ્‍યના તમામ કાર્યક્રમોની સમીક્ષા પાવર પોઇન્‍ટ પ્રેઝન્‍ટેશનથી મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધીકારી ડો. શિલ્‍પા યાદવ દ્વારા કરવામા આવી હતી.

 તબીબી અધીકારીઓની બેઠક ને સંબોધતા રાજય સરકારના અધીક નિયામક આરોગ્‍ય ડો. પરેશ દવે એ મેલેરિયા નાબૂદી ગુજરાત સરકારે ૨૦૨૨ મા જાહેર કરેલ છે તેને લઇને કરવાની કામગીરી ની જાણકારી આપી હતી અને વિગતે સમીક્ષા કરી હતી તેઓ એ ડેન્‍ગયુ અને ચીકનગુનીયા બાબતે લક્ષ આપવા જણાવ્‍યુ હતુ તેઓએ ટુ વે કોમ્‍યુનીકેશન  થી તબીબો સાથે વાર્તાલાપ કરીને કામગીરી ની સમીક્ષા કરી હતી તેઓએ નીતી આયોગ દ્વારા R.C.H. – પ્રજન્‍ન  અને બાળ આરોગ્‍ય કાર્યક્રમ ઉપર વિશેષ ભાર મુકેલ હોવાથી આ કાર્યક્રમો બાબતે વિશેષ લક્ષ આપવા સુચના આપી હતી  મેલેરીયા – ડેન્‍ગ્‍યુ – ચીકનગુનીયા બાબતે જણાવ્‍યુ હતુ કે ત્‍વરીત નિદાન અને તુર્ત જ સારવાર આપવા જણાવ્‍યુ હતુ ડો. પરેશ દવે એ  ટીબી કાર્યક્રમ બાબતે જણાવ્‍યુ હતુ કે ટીબી નો કેસ શોધાયા પછી  તમામ જવાબદારી આરોગ્‍ય વિભાગ ની છે.ક્ષયરોગ ૧૫ થી ૪૫ ની વયજુથ મા વધુ થતો હોવાથી દર્દીનો સમગ્ર પરીવાર  કફોડી હાલત મા મુકાય છે. અને ટીબી –ક્ષયરોગ ની દવા લેવાનો ગાળો લાબો હોવાથી દર્દી પુરતો ડોઝ લેતા નહી હોવાથી અને અધવચ્‍ચે દવા છોડી દેતા હોવાથી હઠીલા ટીબી- ક્ષયરોગના દર્દી બની જાય છે તેથી આ બાબતે વિશેષ કાળજી લઇને દર્દી દવા નિયમીત અને પુરતા ડોઝમા લે તે બાબતે લક્ષ આપવા જણાવ્‍યુ પોષણ મુકત ગુજરાત મહાઅભિયાન બાબતે પણ જાણકારી આપી  અને કરેલ કામગીરી ની વિગતો તબીબો પાસેથી મેળવી હતી. આ સમીક્ષા મીટીંગમા રાજય સરકારના ઇમ્‍યુનાઇઝેશન ઓફીસર ડો. નયન જાની એ પણ રસીકરણની કામગીરી બાબતે જાણકારી આપી હતી. વિભાગીય નાયબ નિયામક ડો. નિલમ પટેલે  કામગીરીની સમીક્ષા કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here