અમીરગઢ તાલુકાનાં કાકવાડા ગામમાં બનાસ નદી વચમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓની મુશ્કેલી

0
270

MUKESH THAKOR – AMIRGADH

 

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનાં કાકવાડા ગામની બનાસ નદી પર કોઝવે બનાવવા માટે તંત્રમાં રાજુઆત કરતાં કોઈ દેખરેખ નહીં. વરસાદ દરમિયાન કાકવાડા, ઈશવાની, શવાનીય, શોનવાડી, ગોળીયા, ગણેશપુરા જેવા અનેક ગામોને વરસાદની સિઝનમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. વરસાદના સમયમાં અવારનવાર અવરજવર કરવી પડે છે. ખાસ કરીને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ભાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉપરોક્ત તમામ ગામવાસીઓ ભેગા થઈને તંત્રને અનેક વખત મૌખિક – લેખિતમાં અરજીઓ કરી પણ તંત્ર ખુરસી છોડીને ત્યાં જોવા પણ નથી આવતું, તંત્રની આવી બેદરકારી જોઈ કાકવાડા અને બીજા આજુબાજુના ગામના લોકોએ ફાળો એકત્રિત કરી શાળાએ જતાં વિદ્યાર્થીઓને હાલ કોઈ મુશ્કેલી ના પડે તે માટે માટીનો રસ્તો બનાવ્યો છે.
આ ગામના લોકોનો કોઈ રણીધણી છે ખરું? તંત્ર આ બાબતે કોઈ પગલાં ભરશે કે પછી “અંધેર નગરી…… જેવો માહોલ રહેશે? તેવી લોક વાયકા પ્રસરી રહી છે.
Byte > કાનજી રત્નાજી (કાકવાડા ગામના માજી સરપંચ) > કાકવાડા અને આજુબાજુના ગામના લોકો જાતે ફાળો ઉઘરવી જો આવા કાચા રસ્તા બનાવે તો શું તંત્ર પોતાની ખુરશી ગરમ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here