અરવલ્લી જિલ્લા નાગરિક સેવા સમિતિના બેનર હેઠળ અનુસૂચિત જાતિ તેમજ બીજા અન્ય સમાજના આગેવાનોએ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું

0
139

SANDIP PATEL – ARVALLI

 

અરવલ્લી જિલ્લા માં કેટલાય સમય થી સરકારી કચેરીઓ માં પ્રજાજનો ના પડતર પ્રશ્નો ની ફાઈલો ખોરંભે પડેલી છે ત્યારે સરકારી કચેરીઓ માંથી પડતર પ્રશ્નો ના નિકાલ ના થવા ને કારણે તાજેતર માં પાટણ માં એક અરજદાર ને કંટાળી ને આત્મવિલોપન કરવા ની ફરજ પડી છે ત્યારે અરવલ્લી જિલ્લા માં પણ પ્રજાકીય પ્રશ્નો ની ફાઈલો સરકારી કચેરીઓ માં પડેલી છે અને આવનારા ભવિષ્ય માં આવા કોઈ પડતર પ્રશ્નો ના નિકાલ માટે કોઈ અરજદાર ને આત્મવિલોપન કરવા ની ફરજ ના પડે અને ઘોડા છૂટ્યા પછી તાબેલા ને તાળા મારવા જેવો ઘાટ ના થાય તે માટે અરવલ્લી જિલ્લા નાગરિક સેવા સમિતિ ના બેનર હેઠળ અરવલ્લી જિલ્લા ના અનુસૂચિત જાતિ તેમજ બીજા અન્ય સમાજ ના આગેવાનો એ આજે અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને જિલ્લા ની સરકારી કચેરીઓ માં પડતર પ્રશ્નો ના નિકાલ ની આવેદનપત્ર માં માગ કરી છે વધુમાં નાગરિક સેવા સમિતિ એ માગ કરી છે કે ટપાલ અને કુરિયર ખાતું ઓન લાઈન ટ્રેકિંગ સિસ્ટમ થી કામ કરતુ હોય તો સરકારી દફતર માં તમામ અરજીઓનું અરજદાર ઓન લાઈન ટ્રેકિંગ કરી પોતાની ફાઇલ હાલ કયા સ્ટેજે છે તે જાણી શકે એવી વ્યવસ્થા ની પણ માગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here