આણંદ ની ગણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે શાળા તથા ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું

0
699

NewsTok24 – Viral Mehta – Anand

આનંદ ની ગણા પ્રાથમિક શાળાના આચાર્ય હિતેશકુમાર તથા સ્ટાફ દ્વારા ગણા પ્રાથમિક શાળામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન નું આયોજન કરાયું હતું આ મિશન માં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખુબજ આનંદ અને ઉત્સાહથી શાળાની તથા શાળા સંકુલની સાફ સફાઈ કરી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડવાજા સાથે શાંતિ અને એકતા ની રેલી યોજી અને હાથમાં સ્વચ્છ ભારતના પ્લેકાર્ડ રાખી રેલીમાં ફર્યા હતા અને ત્યારબાદ આ બાળકોએ ગણા ગામમાં પણ સફાઈ અભિયાન હાથ ધરી સફાઈ કરી હતી. વિદ્યાર્થીઓના આ પ્રયાસ થી ગામ લોકોમાં બાળકો પ્રત્યે ખુશીની લહેર દોડી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here