દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડાના તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપના સોસાયટીના સહાયક હેલ્પર્સ જેવા કે ડૉક્ટર્સ, ટીચર્સ, શેફ, ડ્રેસર, પોલીસમેન, આર્મીમેન, પોસ્ટમેન, હોમગાર્ડ, વકીલ વગેરે કેવી રીતે સહાયરૂપ બને છે. તેની વિસ્તૃત સમજણ આપવા વિદ્યાર્થીઓ પોતાના મનગમતા હેલ્પર્સ બનીને આવ્યા હતા અને તેમની ઉપયોગિતા સમજાવી હતી.
ડૉક્ટર્સ માટે વિદ્યાર્થીઓ સફેદ કોટ, સ્ટેથેસ્કોપ તથા વિવિધ સાધનો, આર્મી મેનના યુનિફોર્મ, સેફના યુનિફોર્મ, ટીચર્સના વિવિધ યુનિફોર્મમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. શાળાના કોઓર્ડિન્ટર ક્રિષ્ના મેમ, કે.જી ના ઇન્ચાર્જ રોસલીન મેમ, અંકિતામેમ, તૃપ્તિમેમ દ્વારા આ કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન ચિરાગભાઈ શાહ દ્વારા દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.