અમદાવાદ ખાતે ઇનક્લુઝન ઓફ મેન્ટલ હેલ્થ ઇન્ટુ જનરલ હેલ્થ વિષય પર આર.ડી.ડી. અમદાવાદના અધ્યક્ષ સ્થાને વર્કશોપ યોજાયો

0
90

NILKANTH VASUKIYA – VIRAMGAM

 

– માનસિક બિમારીના નિદાન- સારવારમાં તબીબી અઘિકારીની ભુમિકા વિશે મુળભુત અને પાયાની ભુમિકા પુરી પાડી શકાય તે માટેની સમજણ આપવામાં આવી.

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ અમદાવાદ પ્રભાગ હેઠળ વિભાગીય નાયબ નિયામક ડો.સતીષ મકવાણાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને અમદાવાદ જિલ્લાના અધિકારી કર્મચારીઓનો ઇનક્લુઝન ઓફ મેન્ટલ હેલ્થ ઇન્ટુ જનરલ હેલ્થ વિષય પર વર્કશોપ યોજાયો હતો. વિભાગીય નાયબ નિયામક (આરડીડી) અમદાવાદના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વર્કશોપમાં મુખ્ય જિલ્લા તબીબી અઘિકારી સહ સી.ડી.એમ.ઓ., મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, અઘિક્ષક અને મેન્ટલ હેલ્થ સ્ટાફ સહિત કુલ ૧૩૬ જેટલા અઘિકારી, કર્મચારી ઉપસ્થીત રહ્યા હતા.

માનસિક બિમારી ઘરાવતા લોકોની સંખ્યામાં દિન-પ્રતિદીન વઘારો થતો જાય છે. ગંભીર તથા સામાન્ય માનસિક સમસ્યાઓ સરેરાશ જન સમુદાયમાં ૬ થી ૭ ટકાના દરે જોવા મળી રહી છે. સરકાર ઘ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય માનસીક આરોગ્ય કાર્યક્રમ હેઠળ વર્ષ ૧૯૮૩-૮૪ થી વિશેષ માનસિક આરોગ્ય સેવા પહોચાડવામાં આવી રહી છે. જેમાં સારવાર સેવા ની ઉપ્લબ્ઘી, તાલીમ કાર્યક્રમ, મેન્ટલ હેલ્થ ક્ષેત્રના મેન પાવરમાં વઘારો કરવો અને જાગૃતી કાર્યક્રમો સકિય રીતે આયોજીત કરવામાં આવી રહયા છે. ગુજરાત રાજયમાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના મેન્ટલ હેલ્થ વિભાગ ઘ્વારા સમગ્ર રાજયના આરોગ્ય કર્મચારી, અઘિકારી પોતાની હોસ્પિટલ પી.એચ.સી, સીએચસી ખાતે સારવાર માટે આવતા માનસિક બિમાર દર્દીને યોગ્ય સારવાર માટે જરૂરી મદદ કરી શકે તે અર્થ ઇનક્લુઝન ઓફ મેન્ટલ હેલ્થ ઇન્ટુ જનરલ હેલ્થ ના વિષય ની થીમ પર છેલ્લા ૧ વર્ષથી તાલીમ ના કાર્યક્રમો  ગોઠવવામાં આવી રહેલ છે.

આ કાયક્રમમાં મુખ્યત્વે માનસિક આરોગ્ય ના તજજ્ઞ એવા અને ઇલેકટ્રોનીક અને પ્રિન્ટ મીડીયા ક્ષેત્ર મોટુ યોગદાન આપનાર એવા ડો. મૃગેશ વૈષ્ણવ અને ડો.હિમાંશુ દેસાઇ એ વ્યકતવ્ય અને રોલ પ્લે દ્વારા માનસિક બિમારીના નિદાન- સારવાર માં તબીબી અઘિકારીની ભુમિકા વિશે મુળભુત અને પાયાની ભુમિકા પુરી પાડી શકાય તે માટેની સમજણ આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં કાર્યક્રમના અઘ્યક્ષ ર્ડો. સતીષ મકવાણા, વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ અમદાવાદ ઘ્વારા ઇનક્લુઝન ઓફ મેન્ટલ હેલ્થ ઇન ટુ જનરલ હેલ્થ ની શું અગત્યતા છે તે સમજાવી હતી. તેઓએ વઘુમાં જણાવેલ કે લોકોની માનસિક તકલીફ ને જો પી.એચ.સી, સી.એચ.સી ખાતે ઉકેલવામાં આવશે તો વઘુ ગંભીર સ્થિતી સર્જાશે નહી જે માટે તબીબી અઘીકારીઓ ખાસ રસ લઇ મેન્ટલ હેલ્થ ના પ્રશ્રો ઉકેલવા જોઇએ. આ ઉપરાંત રાજયના મેન્ટલ હેલ્થ સેલ, ગાંઘીનગરના પ્રોગ્રામ ઓફીસર અને માનસીક આરોગ્યની હોસ્પિટલ,અમદાવાદના અઘિક્ષક ડો. અજય ચૈાહાણએ પોતાના વ્યકતવ્યમાં હતાશા અને આત્મહત્યાની તકલીફ અનુભવતા લોકોને ખાસ સારવાર માટે ઉપસ્થીત તબીબી અઘિકારીઓને આહવાન કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here