ઈ-વોટિંગમાં ૫૩ કરોડનો ખર્ચઃ ૮૦૬નું મતદાન

0
473

NewsTok24 – Desk

અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચુંટણી માટે રવિવારના દિવસે મતદાન યોજાયા બાદ ઈ-વોટિંગને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કુલ ૧૩૧૦ જેટલા ઈ-વોટિંગ એકાઉન્ટ એક્ટીવેટ થયા હતા, જે પૈકી માત્ર ૮૦૬ મત  જ પડ્યા હતા. આમાં પણ કેટલાક વિસ્તારમાં તો નહીવત જેટલા મત પડ્યા હતા. માત્ર ૮૦૬ મત જ પડ્યા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પણ મતદાન મથકે આવવાની ફરજ પડી હતી. અમદાવાદની વાત કરવામાં આવે તો ૧૧૭ ઈ-વોટિંગ એકાઉન્ટ એક્ટીવેટ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૭૯ મત  જ ઈ-વોટિંગ મારફતે પડી શક્યા હતા.

સૌથી વધારે વડોદરામાં ૪૯૧ ઈ-વોટિંગ એકાઉન્ટ એક્ટીવેટ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૩૦૫ મત પડ્યા હતા. કરોડોનો ખર્ચ કરાયો હોવા છતાં ઈ-વોટિંગને લઈને નિષ્ફળતા હાથ લાગી હતી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ઈ-વોટિંગને લઈને ભારે નાખુશ દેખાયા હતા. તેઓએ આને લઈને નારાજગી પણ વ્યક્ત કરી હતી. કેશુભાઈ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, તેમની તબિયત સારી નહતી. આજ કારણસર તેઓએ આ વખતે ઈ-વોટિંગ મારફતે મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો.પરંતુ રાજ્ય ચુંટણીપંચના ભાગરૂપે મિસ મેેનેજમેન્ટના લીધે આ શક્યતા બની નહતી. અમદાવાદમાં પહેલાથી જ તેમના કાર્યક્રમો હતા, પરંતુ ૨૧૮ કિલોમીટર જવાની તેમને ફરજ પડી હતી અને મત આપવાની ફરજ પડી હતી. કેશુભાઈ પટેલ એક માત્ર એવા વ્યક્તિ નહતા આવા અન્ય વ્યક્તિઓ પણ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, જે લોકોના એકાઉન્ટ એક્ટીવેટ થયા હતા તે પૈકી પણ ૪૦ ટકા લોકો પણ મત આપી શક્યા નહતા. ઈલેક્ટ્રોનિક વોટિંગના સંદર્ભમાં ગુજરાત પહેલાથી જ નિરાશાજનક દેખાવ ધરાવે છે. ૫૩ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આમાં સફળતા મળી નથી. સિસ્ટમમાં ઘણી બધી ખામીઓ સપાટી પર આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here