ઉતર ગુજરાત વીજ કંપની સાબરમતીની વર્તુળ કચેરી દ્વારા વિરમગામ શહેરમાં લોક દરબાર યોજાયો

0
244

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

 

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવ મંદિરની વાડીના હોલ ખાતે ઉતર ગુજરાત વીજ કંપની સાબરમતી વર્તુળ કચેરી દ્વારા લોક દરબાર યોજાયો હતો. જેમાં વિરમગામ શહેર, ગ્રામ્ય તેમજ માંડલ વિસ્તારના વિજ ગ્રાહકોના વીજળીને લગતા પ્રશ્નોની ફરિયાદના નિવારણ અર્થે લોક દરબારનું આયોજન કરાયું હતું. લોક દરબારમાં વિરમગામ શહેર તેમજ ગ્રામ્ય, ઉપરાંત માંડલ વિસ્તારોના વીજ ગ્રાહકો, ખેડુતોના વીજળીના પ્રશ્ન રજુ કરવામાં આવ્યાં હતાં. આ લોક દરબાર માં સાબરમતી વર્તુળ વીજ કંપનીના ડી.એસ કાપડીયા તેમજ વિરમગામ શહેર – તાલુકાના વીજ કંપનીના અઘિકારી રાજ શર્મા સહિત વીજ કર્મચારીઓ અને વિરમગામ નગરપાલિકા ના પ્રમુખ કાંતીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને લોક દરબારમાં જ તાલુકાના વીજ ગ્રાહકોના વીજળીને લગતાં પ્રશ્નો નું વીજ અઘિકારીઓ દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું. વિરમગામ શહેરમાં ચોમાસાનાં લીઘે વારંવાર લાઇટો જવાના લીઘે હેરાનગતિથી વિરમગામ જિલ્લા આયોજન સહિતના કન્વિનરો દ્વારા આ લોક દરબાર માં લેખિત- મૌખિકમા રજુઆત કરી હતી. અને અઘિકારીઓ દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાહેઘરી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે વરસાદની સીઝનમાં વઘુ ભારે પવન – વાવાઝોડાથી ટ્રાન્સફોર્મરને નૂકશાન થવાના બનાવો બનતા વિરમગામ શહેરમાં નાની-મોટી વીજ સમસ્યા સર્જાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here