ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતી ગરબાડાની પ્રજા

0
109

 

મકરસંક્રાંતિ એટલે સૂર્યનો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ. મકરસંક્રાંતિએ ફક્ત પતંગ ઉડાડવાનો પર્વ નથી પરંતુ હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિના પર્વનું અનેરું ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતા (આસ્થા) પ્રમાણે આજના શુભ દિવસે સંક્રાંતિ પુણ્યકાળમાં દાન પુણ્ય કરવાનો વિશેષ મહિમા હોવાથી લોકો સવારમાં મંદિરોમાં દેવ દર્શન કરી ભૂદેવોને દાન દક્ષિણા આપતા તેમજ ગરીબોને વસ્ત્રો તથા અન્નનું દાન તથા ગાયને ઘઉની ઘૂઘરી, કૂતરાને રોટલી વિગેરે ખવડાવવાતા તેમજ પક્ષીઓને ચણ નાંખતા જોવા મળ્યા હતા.    

નાના મોટા સૌના પ્રિય એવા ઉત્તરાયણના તહેવારની આપણે સૌ દર વર્ષે હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરીએ છીયે અને ઉત્તરાયણના તહેવારને લઈને વિશેષ આયોજન પણ કરીએ છીયે. ઉત્તરાયણના તહેવારને લઈને ગરબાડા પંથકમાં પણ પતંગ રસીયાઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો નાના મોટા સૌએ સવારથીજ તેમના મિત્ર મંડળો સાથે ધાબે ચડી ઉત્તરાયણ પર્વની આનંદ સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને પતંગ રસીયાઓએ ધાબા ઉપર સ્ટેરિયો સિસ્ટમ લગાવી સંગીતના આનંદ સાથે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી આકાશી યુદ્ધની ભારે ઉત્સાહથી મઝા માણી હતી અને આખો દિવસ પતંગ રસીયાઓએ પતંગોના પેચ લડાવ્યા હતા અને સાથે સાથે ધાબા ઉપર ઊંધિયા-જલેબી-ફાફડા તેમજ લીલવાની કચોરી તથા તલ સાંકળી, ચીકી વિગેરે ખાઈને મોજ માણી હતી તેમજ સ્વાદના રસિયાઓએ સહપરિવાર ખાણીપીણીની જયાફત ઉડાવી હતી. સાંજના સમયે લોકોએ ધાબા ઉપર ફટાકડા ફોડી આતશબાજી કરતાં આકાશ ઝળહળી ઉઠ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here