ઓબીસી, એસ.સી., એસ.ટી. (OSS) એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા સ્વચ્છ વિરમગામના સંકલ્પ સાથે વિવિઘ કાર્યક્રમો યોજાયા

0
162
PIYISH GAJJAR – VIRAMGAM
હાંસલપુર થી વિરમગામ શહેર સુઘી વિશાળ બાઇક રેલી યોજાઇ. 
વિરમગામ શહેરમાં આજરોજ માંડલના એંદલા ગામના વતની અને ગુજરાત ઓબીસી, એસ.સી., એસ.ટી. ના પ્રમુખ અલ્પેશ ઠાકોર વિરમગામ ખાતે આપણું વિરમગામ સ્વચ્છ વિરમગામ સાથે વિરમગામને સ્વચ્છ કરી વિકાસની રાહ પર લઇ જવા માટે સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો. ઓએસએસ એકતા મંચના કાર્યકરો દ્વારા વિરમગામ હાંસલપુર થી શહેરના માર્ગો પર વિશાળ સંખ્યામાં બાઇક રેલી યોજી હતી. શહેરના ભરવાડી દરવાજા પાસે કોંગેસના કાર્યકરોનીએ અલ્પેશ ઠાકોરનુ સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ વિરમગામ શહેરના બાબા સાહેબ આંબેડકર ઓવરબ્રીજ પાસે મોટી સંખ્યામાં દલિત સમાજ દ્વારા અલ્પેશ ઠાકોરનુ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યાં અલ્પેશ ઠાકોરે બાબા સાહેબ આંબેડકરના ફોટો પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાંજ સભામાં દલિત આગેવાન કીરીટ રાઠોડ દ્વારા ભારત આભડછેટ મુક્ત આંદોલન નિમિતેનુ આવેદનપત્ર તેમજ બાબા સાહેબ આંબેડકરનો ફોટો સ્મૃતિ આપી હતી. વઘુમા વિરમગામ શહેરમાં ગોલવાડી દરવાજા પાસે સરદાર પટેલના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાંજ વિરમગામ દેવીપુજક સમાજે અલ્પેશ ઠાકોરના આ વિરમગામ સ્વચ્છતાના કાર્યક્રમને ટેકો જાહેર કર્યો હતો પ્રમુખ અલ્પેશ ઠાકોર, ઉપપ્રમુખ રમેશજી ઠાકોર, સહિત ઓબીસી, એસસી, એસટી ના કાર્યકરો દ્વારા શહેરના ગોલવાડી દરવાજા થી ટાવર રોડ સુઘીમાં સ્વચ્છતા અભિયાન સંકલ્પ અંતર્ગત સફાઇ કરી હતી. આ કાર્યક્રમમાં હાંસલપુર થી સ્વાગત કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મનુજી ઠાકોર, નટુજી ઠાકોર, દેવેન્દ્ર સિંઘવ, ઘૃવભાઇ જાદવ વિરમગામ શહેરના ક્ષત્રિય  ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોર, દિનેશજી ઠાકોર ઉપરાંત ઓબીસી, એસસી, એસટી ના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here