કોંગ્રેસને હાર દેખાતા ખોટી ફરિયાદ કરી છે પોલીસ તપાસમાં સત્ય બહાર આવશે : બાબુભાઈ કટારા 

0
467

NewsTok24 – Desk

ઝાલોદ તાલુકાના ગામડી ગામે આજે સવારે 9  વાગે ગામડી તાલુકા સીટ ના ઉમેદવાર ભરત પીડીયા ડામોર નું અપહરણ થયું હોવાની રજુઆતો  થઇ હતી અને  ત્યાર બાદ મોડી બપોરે પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે ભાવેશ બાબુભાઈ કટારા અને તેમના સાથે અન્ય 4 વ્યકિતોએ મળી ને ભરત નું અપહરણ કર્યું છે.
Version – Babubhai  katara ( માજી સાંસદ ) —- આ સમગ્ર ઘટના બાબતે  માજી સાંસદ  બાબુભાઈ કટારાએ  NewsTok24 સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આવી કોઈજ ઘટના બની નથી. અને  કોંગ્રસ ને  ઝાલોદમાં ગામડી બેઠક પર હાર જોવાતા તેઓએ આ તરકટ પોતે રચ્યું છે. અને  હૂતો કહું છું કે પોલીસ તપાસ કરશે એટલે સાચી હકીકત બહાર આવી જશે. આ વાતમાં કોઈજ તથ્ય નથી લોકોએ શાંતિથી મતદાન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here