ગરબાડાના કુંભારવાડા વિસ્તારમાં ભાડેથી રહેતી પરણિત મહિલાનું ગળું દબાવી મોત નીપજાવનાર આરોપી પતિને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ગરબાડા પોલીસ

0
386

PRIYANK CHAUHAN – GARBADA

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા ખાતે કુંભારવાડા વિસ્તારમાં ગુંગરડી ગામની ૩૫ વર્ષીય એક પરણિત મહિલા ભાભોર સવિતાબેન ચંદ્રસિંહ તેઓ પ્રજાપતિ મડુભાઈના મકાનમાં છેલ્લા સાત વર્ષથી ભાડેથી રહેતી હતી અને આ મહિલા આશા વર્કર તરીકે કામ કરતી હતી. તા.૨૨/૧૨/૨૦૧૭ ના રોજ રાત્રિના સમયે આ મહિલા ભાભોર સવિતાબેન ચંદ્રસિંહનું ઘરમાં બાથરૂમ પાસે મોત નિપજતા તેના સસરા દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ આપવામાં આવી હતી અને મરણ જનાર ભાભોર સવિતાબેન ની લાશને દાહોદ સરકારી દવાખાને લઈ જઈ પોસ્ટમર્ટમ કરવામાં આવતા ગળું દબાવી ભાભોર સવિતાબેનનું મોત નીપજાવેલ હોવાનું પોસ્ટમર્ટમમાં બહાર આવતા મૃતક ભાભોર સવિતાબેનના પિતા બોરિયાળી ગામના બદુભાઇ સુરાભાઈ ભુરીયાએ મૃતક ભાભોર સવિતાબેનના પતિ ગુંગરડી ગામના ભાભોર ચંદ્રસિંહ લાલાભાઈ તથા તેના સસરા ભાભોર લાલાભાઈ જવાભાઈ વિરુદ્ધ શંકાના આધારે ગરબાડા પોલીસ સ્ટેશનમાં તા.૨૪/૧૨/૨૦૧૭ ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી.

સદર ફરીયાદના આધારે ગરબાડા પોલીસે સદર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરેલ અને ગણતરીના કલાકોમાં આરોપી મૃતક ભાભોર સવિતાબેનના પતિ CISF માં ફરજ બજાવતા ભાભોર ચંદ્રસિંહ લાલાભાઈને ઝડપી પડી કોર્ટમાં રજૂ કરી સદર આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી સદર આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here