ગરબાડાના દેવધા ગામે ગરબાડા પોલીસે રેઈડ પાડી રુપિયા ૨૫૪૦૦/- ની કિંમતનો જુદી-જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો

0
273

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા પોલીસે બાતમીના આધારે ગરબાડા તાલુકાના દેવધા ગામે રેઇડ પાડી કુલ રૂ।.૨૫૪૦૦/- ની કિંમતની જુદીજુદી બ્રાન્ડની નાનીમોટી ૨૪૮ નંગ વિદેશી દારૂ તેમજ બિયરની બોટલો કબ્જે કરેલ છે. જ્યારે પોલીસની રેઇડ પડતા દારૂ રાખનાર ઈસમ તેનું ઘર ખુલ્લુ મૂકી નાસી ગયેલ છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, તા.૨૧/૦૭/૨૦૧૭ ના રોજ ગરબાડા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસને ખાનગી બાતમી મળેલ કે દેવધા ગામમાં રહેતા જાલુ હરસીંગ દેહદા તેના ઘરે ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી બાતમી મળતાં તે બાતમીના આધારે પોલીસે દેવધા ગામે જઇ ગામના પંચના બે માણસોને સાથે રાખી જાલુ હરસીંગ દેહદાના ઘરે પ્રોહી રેઇડ પાડી હતી. પોલીસની રેઇડ પડતા જાલુ હરસીંગ દેહદા તેનું ઘર ખુલ્લું મૂકી તેના ઘરેથી નાસી ગયેલ. પોલીસે તેના ઘરની પ્રોહી મુદ્દામાલ અંગે ઝડતી કરતા ઘરમાંથી પ્રોહી મુદ્દામાલ મળી આવેલ નહીં પરંતુ તેના ઘરની પાછળ મકાઈના ખેતરમાં ઈંગ્લીશ દારૂ ભરેલા અલગ અલગ પ્લાસ્ટીકના થેલા મળી આવતા આ થેલામાંથી કુલ રૂપિયા રૂ।.૨૫૪૦૦/- ની કિંમતની જુદીજુદી બ્રાન્ડની ૨૪૮ નંગ વિદેશી દારૂ તેમજ બિયરની નાનીમોટી બોટલો મળી આવતા પોલીસે રૂ।.૨૫૪૦૦/- ની કિંમતનો વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો કબ્જે કરી ગરબાડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બલવીરસિંહએ દેવધા ગામના જાલુ હરસીંગ દેહદા વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૬૩/૧૭ પ્રોહી કલમ.૬૫ઇ મુજબ જાલુ હરસીંગ દેહદા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here