ગરબાડાના પાંદડી ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પટેલીયા યુવા સમાજ દ્વારા ૬૯માં પ્રજાસત્તાક દિનની અનોખી રીતે ઉજવણી કરાઈ

0
245

GIRISH PARMAR – JESAWADA

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંદડી ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં ૬૯માં પ્રજાસત્તાક દિન નિમિતે આદિવાસી પટેલીયા યુવા સમાજ તેમજ પાંદડી ગામના રહેવાસીઓ તેમજ પાંદડી મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બાળકોને નમકીન ફરસાણ તેમજ ચોકલેટો આપી તેમને પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવી ઉમળકા ભેર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી. દર વર્ષે ગામના લોકો દ્વારા બાળકોને ૧૫મી ઓગસ્ટ તેમજ ૨૬મી જાન્યુઆરીના દિવસે તે દિવસનું મહત્વ સમજાવવામાં આવે છે તેમજ દેશની એકતા અને અખંડિતતા વિશે જાણ કરવામાં આવે છે આ વર્ષે આદિવાસી પટેલીયા યુવા સમાજ દ્વારા આ ગણતંત્રના તહેવારમાં ભાગ લઈ બાળકોને ચોકલેટ તેમજ નમકીન ફરસાણ આપી એક અનોખી રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here