THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે આરોપીને હથીયાર સાથે ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા સારુ તેમજ મધ્ય પ્રદેશ બોર્ડર તેમજ રાજસ્થાન બોર્ડર ઉપરથી પ્રવેશતા છુપા માર્ગો ઉપરથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા એલ.સી.બી.ની જુદી જુદી ટીમો બનાવી જરૂરી સુચના અને માર્ગદર્શન મળતા એલ.સી.બી.ની ટીમો અગાઉ ગેરકાયદેસર હથિયારના ગુનામાં ઝડપાયેલ આરોપીઓ ઉપર વોચ ગોઠવી તેઓની ગતિવિધી ઉપર માહિતી મેળવવા સતત કાર્યરત હતી.
તે દરમ્યાન એલ.સી.બી., પો.ઇન્સ. એમ.કે. ખાંટની સુચના મુજબ પી.એસ.આઇ એમ.એફ.ડામોર તેમજ પી.એસ.આઈ આર.બી.ઝાલા તથા એલ.સી.બી. ની ટીમો જિલ્લામા કાર્યરત હતી. દરમ્યાન એલ.સી.બી. ને મળેલ બાતમીના આધારે આયોજનબધ્ધ વોચ ગોઠવી ગરબાડા પો.સ્ટે. વિસ્તારમાં “ભે” – ગામેથી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડી હથીયાર કબ્જે કરી “ભે” ગામના પ્રવીણ ભુરીયા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગરબાડા પોલીસએ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.