ગરબાડામાં તહેવાર ટાણે મંદીનો માહોલ,વેપારીઓ ચિંતિત

0
618

Priyank new Passport PicNewsTok24 – Priyank Chauhan – Garbada

       દિવાળીનાં તહેવારમાં માત્ર ગણતરીનાં જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગરબાડામાં મંદીનો માહોલ છે અને બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે, દુકાનોમાં પણ કોઈપણ જાતની ઘરાકી જોવા મળતી નથી જેના કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે.header honda

વેપારીઓએ પોતાની દુકાનોમાં કાપડ, રંગરોગાનનો સમાન વિગેરેનો હજારો રૂપિયાનો માલ ભરી દિવાળી ટાણે વેપાર કરવા સજ્જ બન્યા છે પણ અત્યાર સુધી ધંધામાં કોઈપણ જાતની ઘરાકી નહીં નીકળતા દુકાનોમાં ગ્રાહકો નજરે પડતાં નથી જેથી વેપારીઓમાં ભારે નિરાસા છવાયેલી જોવા મળી રહી છે.

       (” આ બાબતે એક સ્થાનિક કાપડનાં વેપારી જૂજરભાઈ કથીરિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ કે, તહેવાર ટાણે ધંધામાં એકદમ મંદી છે, કોઈપણ જાતની ઘરાકી નથી,  હજારો રૂપિયાનો માલ દુકાનમાં ભર્યો છે પણ માલનો કોઈ ઉપાડ નથી, આ વર્ષે ચોમાસુ નબળું હોવાના લીધે આદિવાસી પ્રજા કામે જઈ રહી છે તેના કારણે ધંધામાં કોઈ પણ જાતની ઘરાકી નથી. પણ દિવાળીના છેલ્લા ચારેક દિવસ ઘરાકી નીકળસે તેમ લાગી રહ્યું છે.”) તેવું જૂજરભાઈએ જણાવેલ છે.

IMG_0093 (2) (1)

એકતરફ દિવાળીનાં તહેવારને માંડ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બીજી તરફ ચાલુ ચોમાસાની સિઝનમાં નહિવત વરસાદના કારણે આદિવાસી પ્રજા રોજીરોટી માટે મોટી સંખ્યામાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં હિજરત કરી રહી છે.

આમ ગરબાડામાં તહેવાર ટાણે મંદીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે જે તસવીરોમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here