ગરબાડામાં દત્ત જયંતિની ઉત્સાહભેર ઉજવણીની સાથે સાથે નારેશ્વરથી અભિમંત્રિત કરેલ પૂજય ગુરુ શ્રી અવધૂત મહારાજની ચાંદીની પાદુકાજી રંગ કુટીરમાં સ્થાપન કરવામાં આવી

0
238

 

 

પૂજ્ય શ્રી ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ નિમિતે આજરોજ તારીખ.૨૨/૧૨/૨૦૧૮ ના રોજ ગરબાડા ખાતે આવેલ શ્રી રંગ કુટીર ઉપર શ્રી દત્ત જયંતિની ઉત્સાહભેર ઉજવણી શ્રી રંગ અવધૂત પરિવાર ગરબાડા દ્વારા કરવામાં આવી હતી તથા સાથે સાથે નારેશ્વરથી અભિમંત્રિત કરેલ પૂજ્ય ગુરુ શ્રી અવધૂત મહારાજની ચાંદીની પાદુકાજી રંગ કુટીરમાં સ્થાપન કરવામાં આવી હતી.

શ્રી દત્તાત્રેય ભગવાનની જન્મજયંતિ ઉજવણી સાથે નારેશ્વરથી અભિમંત્રિત કરેલ શ્રી અવધૂત મહારાજની ચાંદીની પાદુકાજીની ડમણીયામાં શોભાયાત્રા આજરોજ સવારે ૮:૦૦ કલાકે શ્રી ગણેશ મંદિરથી ગરબાડા નગરમાં કાઢવામાં આવી હતી. ત્યારબાદ શ્રી રંગ કુટીર ઉપર સવારે ૧૦:૦૦ કલાકે પાદુકાજી પૂજનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. પાદુકા પૂજનના કાર્યક્રમ બાદ થયા બાદ દત્તધૂન, દત્તબાવની, રંગ અડતાલીસાના પાઠનું સમૂહમાં પઠન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ શ્રી દત્ત ભગવાનની તથા ગુરુ મહારાજની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here