ગરબાડામાં મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર 3 તસ્કરોની ધરપકડ

0
415

PRIYANK CHAUHAN – GARBADA

 

  • અગાઉ એકની ધરપકડ કરી મુદ્દામાલ રીકવર કરાયો હતો.
  • હાલમાં રૂ।. ૩૮,૪૬૫/- નો મુદ્દામાલ રીકવર કરાયો.

ગરબાડા નગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોબાઇલની દુકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાતાં ગરબાડા પોલીસે વધુ એક તસ્કરની ધરપકડ કરી છે. તસ્કર પાસેથી મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગરબાડા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આર્યન એન્ટરપ્રાઇઝ નામની મોબાઇલની દુકાનમાં તા.૨૦મી ઓગષ્ટની રાત્રીના ચોરી થઇ હતી. જેમાં ૨૪ નંગ મોબાઇલ, ઇન્ટેક્ષ કંપનીની LED મોનીટર, ઇગો LED, ૧૦ નંગ મેમરી કાર્ડ મળી કુલ રૂ।.૧,૧૯,૯૧૮/- ના મુદ્દામાલની ચોરી થઈ હતી જે બનાવના પગલે ગરબાડા P.S.I. આર.બી.કટારા તથા દાહોદ L.C.B. દ્વારા ભે ગામના શૈલેષ નગરા ભાભોરની અટક કરી તેની પુછપરછ કરતા તેની પાસેથી સેમસંગ મોબાઇલ નંગ – ૩ તથા લાવા મોબાઇલ નંગ – ૧ તથા L.E.D. તથા સ્પીકર મળી રૂ।.૫૭,૨૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો તથા સાહડા ગામના અનીલ કાળુ ભુરીયા તથા ગોરચંદ (ગોરા) કાળુભાઇ ભુરીયાના નામો બહાર આવતા પોલીસે આ બંનેની પણ ધરપકડ કરી રીમાન્ડ મેળવી તેમની પુછપરછ કરતા તેમની પાસેથી ૪ નંગ મોબાઇલ તથા ૧ ટીવી મળી રૂ।.૩૮૪૬૫/- ના મુદ્દામાલની રીકવરી કરાઇ હતી તથા સાથે ચોરીમાં વપરાયેલ છકડો જીજે-૨૦-વી-૨૫૭૪ કિંમત રૂપિયા એક લાખનો પણ પોલીસે કબજે કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here