ગરબાડા તાલુકાનાં ગાંગરડી ગામે તરખાટ મચાવતા તસ્કરો, મંદિર સહિત અન્ય બે સ્થળોને રાત્રિના સમયે નિશાન બનાવ્યા.

0
196

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા તાલુકાનાં ગાંગરડી ગામે ગઇકાલ તા.૭/૯/૨૦૧૭ ના રોજ રાત્રિના સમયે તસ્કરોએ મંદિર સહિત અન્ય બે સ્થળોને નિશાન બનાવી તરખાટ મચાવ્યો હતો. જેમાં ભારસડા સ્થિત શિવશક્તિ પીઠ મંદિરની ચેનલગેટ તોડી મંદિરની બંને દાન પેટીમાંથી અંદાજિત રૂ।.૩૦૦૦/- ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા આ બનાવ અંગે મંદિરના પૂજારી ગોસાઇ કિરણપુરી ગણેશપૂરીએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરેલ છે.

જ્યારે બીજા બનાવમાં ગાંગરડીની કુંભારઘાટી ઉપર પાનની દુકાન કરતાં ગોસઇ વિષ્ણુપૂરી શંકરપૂરીની દુકાનની છત ઉપરના પાછળના ભાગના પતરા તસ્કરોએ તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી અંદાજીત રૂ।.૨૦૦૦૦/- ના માલ સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયેલ છે. આ બનાવ સંદર્ભે ગોસાઇ વિષ્ણુપૂરી શંકરપૂરીએ ગરબાડા પોલીસ સ્ટેશન માં લેખિત જાણ કરેલ છે.

જ્યારે ત્રીજા બનાવમા રાધા ભારત ગેસ એજન્સીના દરવાજા ના તાળાં તોડવામાં આવ્યા હતા પરંતુ અહિયાં તસ્કરોને નિષ્ફળતા મળી હતી. તેઓએ પણ આ બનાવ સંદર્ભે ગરબાડા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં જાણ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here