ગરબાડા તાલુકાના ખારવા ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા અંદાજિત રૂપિયા 3 લાખનું નુકશાન

0
87

ગરબાડા તાલુકાના ખારવા ગામે હોળી ફળિયામાં રહેતા મગનભાઈ દલાભાઈ ભાભોરનાં ઘરમાં બપોરે ૧:૩૦ વાગ્યાના સુમારે આકસ્મિક આગ લાગી જતા ઘર (ઝુપડું) બળીને ખાખ થઇ જતા અંદાજિત રૂપિયા ૩ લાખનું નુકસાન થયેલ છે અને ઘરમાં મૂકી રાખેલ ઘરવખરી સમાન સહિત ૫૦૦ ગ્રામ ચાંદી તથા ૭૦ હજાર રોકડા પણ આગમાં બળીને ખાખ થઇ ગયેલ છે. લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here