ગરબાડા તાલુકાના ગાંગરડી ગામની શાળાના પટાંગણમાં ઈન્ટર નેશનલ જાપાન સોતોકાન કરાટે ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ફસ્ટ દાહોદ જિલ્લાનો ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો

0
271

GIRISH PARMAR – JESAWADA

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામની શ્રી જે.કે.એમ.તન્ના હાઈસ્કૂલ અને એ.કે. પંચાલ ઉ.મા. હાઈસ્કૂલ ના પટાંગણમાં ઈન્ટર નેશનલ જાપાન સોતોકાન કરાટે ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ફસ્ટ દાહોદ જિલ્લાનો ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં ગરબડા પોલિશ સ્ટેશનના PSI સોલંકી સાહેબ, કરાટે ચીફ કોચ રાજેશ જાદવ, ફાઉન્ડર મેમ્બર હિતેશ ગિરી, જનરલ સેક્રેટરી દેવેન્દ્ર કદમ, પ્રમુખ ચચીન રાજભાર, ટિમ મેનેજર જીગ્નેશ ગોહિલ, સહાયક દિપીકાબેન ધાક, પ્રવિણાબેન પારગી, વિજય ભૂરા, શરદ બારીયા, વિસાલ બારીયા, પર્વત બારીયા, કૌશિક ભૂરા વગેરે ટ્રેનરોએ તાલીમ આપી હતી. જેમાં પાંડુરંગ શાળા અભલોડ, બોરિયાલા ઇંગ્લિશ મીડીયમ શાળા, બોરિયાલા આદિવાસી સેકન્ડરી શાળા, વરમખેડા ઉતારા ફળીયા શાળા, કન્યા છાત્રાલય દાહોદ, પંચવાડા આશ્રમ શાળા, ગરબાડા કુમાર આશ્રમ શાળા, કન્યા શાળા ગાંગરડી આ તમામ શાળાના કરાટે તાલીમ ઇચ્છુક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ કરાટે દાવ બતાવ્યા હતા. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં પોતાના રક્ષણ માટે તેમજ જાગૃતિ આવે, બાળકોમાં છુંપાયેલી કલા બહાર લાવી રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દાહોદ જિલ્લાનું નામ તેમજ તેમના ગુરુનું નામ રોશન થાય તેમજ P.S.I. ગરબાડા સોલંકી સાહેબના હસ્તે વિદ્યાર્થીને કરાટે ના પ્રમાણ પત્ર આપવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here